દિલ્હી: IIT મદ્રાસ, ઇઝરાયેલની તેલ અવીવ યુનિવર્સિટી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના સંશોધકો એક દુર્લભ આનુવંશિક મગજની બિમારી, (drug for a rare brain disease) GNB1 એન્સેફાલોપથીની સારવાર માટે દવા શોધવાનો પ્રયાસ (Treatment of GNB1 encephalopathy) કરી રહ્યા છે. સંશોધનમાં ભાગ લેનાર હરિતા રેડ્ડીએ સમજાવ્યું કે, જીએનબી જનીનમાં એક જ ન્યુક્લિયોટાઈડ મ્યુટેશન, જે જીબી1 પ્રોટીન બનાવે છે, આ રોગનું કારણ બને છે.
આખી દુનિયામાં આ ચેતાતંત્રની બિમારીના 100 થી ઓછા પીડિતો છે: આ રોગ સાથે જન્મેલા બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસમાં વિલંબ થાય છે જે ગર્ભના તબક્કામાં થાય છે. તેઓને વારંવાર હુમલા થાય છે. હરિતા રેડ્ડીએ કહ્યું કે, આખી દુનિયામાં આ ચેતાતંત્રની બિમારીના 100 થી ઓછા પીડિતો છે, અને એવા ઘણા વધુ કેસ હોઈ શકે છે જે અમારા ધ્યાન પર નથી આવતા. IIT મદ્રાસમાં બાયોટેકનોલોજીના પ્રોફેસર અમલ કાંતિ બેરાએ જણાવ્યું હતું કે, આ રોગ પેદા કરતી પ્રક્રિયાની જાણકારીના અભાવને કારણે અમે દવા શોધી શકતા નથી, અને તેના માટે યોગ્ય દવા તૈયાર કરવા સંશોધનની જરૂર છે.