ETV Bharat / bharat

ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે ઓડિયો વિઝ્યૂઅલ કોમ્યુનિકેશન કરવામાં આવ્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 2:00 PM IST

સોમવારે સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને ગર્મ ખોરાક પૂરો પાડવામાં સફળતા મળી છે. રેસ્ક્યૂ ઓપરેશનના ઈનચાર્જ કર્નલ દીપક પાટીલે કહ્યું કે, પહોળા મોઢાવાળી નળાકાર પ્લાસ્ટિક બોટલમાં મજૂરોને કેળા, સફરજન, ખીચડી અને દલિયા મોકલવામાં આવી રહ્યા છે. Silkyara tunnel audio-visual communication hot food trapped workers Rescue operation in charge Colonel Deepak Patil

ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે ઓડિયો વિઝ્યૂઅલ કોમ્યુનિકેશન કરવામાં આવ્યું
ઉત્તરાખંડ ટનલમાં ફસાયેલા મજૂરો સાથે ઓડિયો વિઝ્યૂઅલ કોમ્યુનિકેશન કરવામાં આવ્યું

ઉત્તરકાશીઃ સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોના રેસ્ક્યૂ ઓપરેશનમાં આજે એક મહત્વની સફળતા હાથ લાગી છે. મંગળવારે સવારે એન્ડોસ્કોપી કેમેરાને સફળતાપૂર્વક દટાયેલા કાટમાળમાં પહોંચાડવામાં આવ્યો છે. જેનાથી ફસાયેલા મજૂરોના ઓડિયો વિઝ્યુઅલ ફૂટેજીસ જોઈ શકાયા છે. રેસ્ક્યૂ ટીમે તેમની સાથે સંપર્ક કર્યો અને તેઓ સુરક્ષિત જણાયા છે.

રેસ્કયૂ ઓપરેશન ટીમને એન્ડોસ્કોપિક ફ્લેક્ષી કેમેરા દ્વારા ટનલના કાટમાળમાં ફસાયેલા મજૂરોએ જણાવ્યું કે તેઓ સુરક્ષિત અને તંદુરસ્ત છે. રેસ્કૂય ટીમે સિલક્યારા ટનલમાં એક પાઈપલાઈન મજૂરો ફસાયા છે તે વિસ્તાર સુધી નાખવાનું શરુ કર્યુ છે. આ ઉપરાંત આજે રેસ્ક્યૂ ટીમને પર્વતના ઉપરના ભાગમાંથી દટાયેલા કાટમાળ સુધી વર્ટિકલ ડ્રિલિંગ મશિન પહોંચાડવામાં સફળતા મળી છે.

41 ફસાયેલા મજૂરોને રેસ્કયૂ કરવા માટે 13 કલાકને અંતે 3 વાહનો દ્વારા આ મશિન યોગ્ય સ્થળે પહોંચી શક્યું છે. આ મશિન લઈ જતા વાહનના એક ડ્રાયવર હરબન્સે આ માહિતી આપી છે. રેસ્કયૂ ઓપરેશનના નવમા દિવસે 6 ઈંચ પહોળી પાઈપલાઈન દટાયેલા કાટમાળ સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. જેમાંથી ફસાયેલા મજૂરો માટે ઓલ્ટરનેટિવ લાઈફલાઈનની વ્યવસ્થા કરી શકાય. આ દુર્ઘટના ઘટ્યા બાદ પ્રથમ વખત ગરમ ખીચડી ફસાયેલા મજૂરોને પૂરી પાડવામાં સફળતા મળી છે.

12મી નવેમ્બરે આ દુર્ઘટના ઘટી હતી અને સમાચાર આવ્યા હતા કે સિલક્યારાથી બારકોટ જતી ટનલમાં સિલક્યારા છેડા તરફ મોટા કાટમાળ તૂટી પડ્યો છે અને 41 મજૂર દટાઈ ગયા છે.

સરકાર તરફથી મળતી માહિતી અનુસાર મજૂરો 2 કિમી લાંબી બનેલ ટનલના કાટમાળમાં દટાયા હતા. આ વિસ્તારમાં ટનલનું કોન્ક્રિટ કામ પૂર્ણ થયું હતું જેનાથી મજૂરોનો જીવ બચી શક્યો હતો. આ કાટમાળમાં વીજળી અને પાણીની વ્યવસ્થા હતી. મજૂરોને 4 ઈંચ કોમ્પ્રેસર પાઈપલાઈન દ્વારા ખાદ્ય પદાર્થો અને દવાઓ પહોંચાડવામાં આવી હતી.

આ દુર્ઘટના ઘટયા બાદ નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સિલક્યારા છેડા તરફથી ઓગર બોરિંગ મશિનથી હોરિઝોન્ટલ બોરિંગ શરુ કર્યુ હતું. રેસ્કયૂ ઓપરેશન કર્નલ દીપક પાટીલે કહ્યું કે અમે ફસાયેલા મજૂરો સુધી 6 ઈંચ પાઈપલાઈનમાંથી મોબાઈલ, ચાર્જર, ખાદ્ય પદાર્થો મોકલવામાં આવ્યા છે. અમારે માટે 900 એમએમની પાઈપમાંથી મજૂરોને બહાર કાઢવા તે ખૂબ જ મોટો પડકાર છે.

ફસાયેલા મજૂરોને કયો ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે તે પ્રશ્નના જવાબમાં દીપક પાટીલ જણાવે છે કે અમે ડૉક્ટર્સ સાથે આની ચર્ચા કરીને યોગ્ય ખોરાકનું એક લિસ્ટ તૈયાર કર્યુ છે. અમે પહોળા મોઢાની પ્લાસ્ટિક નળાકાર બોટલમાં કેળા, સફરજન, ખીચડી અને દલિયા મોકલી રહ્યા છીએ. અત્યારે રેસ્ક્યૂ ટીમે નળાકાર પ્લાસ્ટિકની બોટલ્સમાં ખીચડી ભરીને ફસાયેલા મજૂરો સુધી મોકલી છે.

ફસાયેલા મજૂરો માટે ખીચડી તૈયાર કરનાર કૂક હેમંત જણાવે છે કે આ મજૂરો સુધી પહેલીવાર કોઈ ગરમ ખાદ્ય પદાર્થ પહોંચી રહ્યો છે. અમને જે ખોરાક તૈયાર કરવાનું કહેવામાં આવે છે તેવો જ ખોરાક અમે તૈયાર કરીએ છીએ.

આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ટનલમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યૂ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. મજૂરોના પરિવારજનો જો આ સ્થળે આવવા માંગતા હોય તો રાજ્ય સરકાર તેમના પ્રવાસ, રહેવા અને જમવાની સગવડ કરશે.

  1. ઇન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પહોંચ્યા સિલ્ક્યારા, ટનલની ઉપરથી ડ્રિલિંગ કરવામાં આવશે
  2. સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોની જિંદગી માટે લોકોએ કરી પ્રાર્થના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.