ETV Bharat / bharat

રાષ્ટ્રને આત્મનિર્ભર કરવા માટે ખેડૂતોને ઉગારવા જરૂરી છે

author img

By

Published : Feb 12, 2021, 4:54 PM IST

હમ હી કિસાન… હમ હી જવાન આ સૂત્ર ખેડૂતો પોકારી રહ્યા છે. કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા કિસાનો આવું સૂત્ર પૂકારે છે, કેમ કે એ વાત સાચી છે કે સરહદે દેશની રક્ષા જવાનો કરે તે રીતે કિસાનો દેશની ભૂખમરા સામે રક્ષા કરે છે. ખેડૂતોના હળથી જ આપણી સંસ્કૃતિના બીજ નંખાયા હતા અને ખેતી આધારે જ આપણા રાષ્ટ્રનું ઘડતર થયું હતું.

ખેડૂતો
ખેડૂતો

હૈદરાબાદ: ખેડૂત તનતોડ મહેનત કરીને ખેતી કરે, પણ કુદરતી આફત આવે ત્યારે પાક નિષ્ફળ જાય. આવી વિપદા આવે ત્યારે ખેડૂત ચૂપચાપ સહન કરી લે છે. વધારે પડતું થાય અથવા બજારના પરિબળો જ્યારે નફો ના થવા દે ત્યારે જંતુનાશક પીને આત્મહત્યા કરી લે છે. આવા સહનશીલ ખેડૂતોએ શા માટે આંદોલનનો માર્ગ લેવો પડ્યો છે તે સૌએ વિચારવા જેવું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવો દાવો કરે છે કે ખેડૂતોના લાભ ખાતર જ આ કાયદાઓ લાવવામાં આવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે દેશમાં 1971માં લગભગ 51 ટકા ખેડૂતો અઢી એકરથી પણ ઓછી જમીન ધરાવતા હતા. આવા નાના ખેડૂતોની સંખ્યામાં વધારો જ થયો છે અને હવે 68 ટકા ખેડૂતો સીમાંત છે. તેમણે કહ્યું કે 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા હોય તેવા ખેડૂતોની સંખ્યા 86 ટકા જેટલી છે. આવા નાના ખેડૂતોના ફાયદા માટે માર્કેટિંગ યાર્ડમાં આડતિયાઓ ફેલાયેલા છે તેમાંથી છુટકારો જરૂરી છે એમ તેમનું કહેવું હતું. પરંતુ ખેતીને મુક્ત મૂડીવાદના રસ્તે મૂકી દેવાથી ખરેખર શું ફાયદો થશે?

ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ખરેખર યોગ્ય સુધારાઓ કરવાની જરૂર છે. છેલ્લા 25 વર્ષમાં 3 લાખથી વધુ કિસાનોએ આત્મહત્યા કરી છે. આમ છતાં ખેડૂતોની સાથે કોઈ વાતચીત કર્યા વિના જ સરકારે રાતોરાત કાયદા લાવી દીધા. રાજ્યો સાથે કે કિસાન સંગઠનો સાથે પણ ચર્ચા કરવાની પરવા સરકારે કરી નહિ.

ખેડૂતોને ભય પેઠો છે કે નવા કાયદાઓને કારણે તેમનું અસ્તિત્વ જ જોખમમાં મૂકાઈ ગયું છે. કોઈ નુકસાન થાય તો મને જવાવદાર ગણજો એમ વડા પ્રધાન કહે છે, પણ અત્યારે ખેડૂતો કશું જ નુકસાન સહન કરવાની સ્થિતિમાં નથી. આવા કોઈ પણ કાયદા રાજ્યો સાથે અને ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કર્યા પછી જ ઘડવા જોઈએ. તેના બદલે અહમનો સવાલ બનાવીને સરકાર અજડ બની રહી છે.

સરકારે ખેડૂતોના કલ્યાણની ખાતરી આપી ત્યારે જ દેશમાં હરિત ક્રાંતિ શક્ય બની હતી. લાલ બહાદુર શાસ્ત્રી વખતે ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવો આપવાની ખાતરી આપી તેના કારણે ખેડૂતો વધુ ને વધુ અનાજ પકવતા થયા.

ખેતઉત્પન્ન બજાર સમિતિઓ બનાવવામાં આવી અને ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા તરફથી ખરીદી થતી રહી તેના કારણે જ ખેડૂતો માટે એક આધાર બન્યો હતો. દેશમાં સફેદ ક્રાંતિ કરનારા અને દૂધનું ઉત્પાદન વધારનારા વર્ગીઝ કુરિયને કેવી રીતે કામ થઈ શકે છે તેનું ઉદાહરણ આપેલું જ છે. તેમણે સહકારી ધોરણે દેશમાં 8 લાખ કરોડ રૂપિયાની દૂધ અને ડેરી પ્રોડક્ટ્સની બજાર ઊભી કરી. તેના કારણે ગ્રામીણ વિકાસ પણ શક્ય બન્યો. આવી જ દૂરંદેશી સાથે ખેતીને સહકારી ધોરણે વિકસાવવા માટેના પ્રયાસો કેન્દ્ર અને રાજ્યોની સરકારે કરવા જોઈએ.

ખેડૂતોને ડર લાગી રહ્યો છે કે માર્કેટિંગ યાર્ડ ખતમ થઈ જશે અને નવા કાયદાઓને કારણે મોટી મોટી કંપનીઓનો કબજો થઈ જશે. ખેડૂતોને ભય છે કે એક વાર FCI અનાજ ખરીદવાનું બંધ કરી દેશે, તે પછી લઘુતમ ટેકાના ભાવો મળતા પણ બંધ થઈ જશે.

ખેડૂતોની સમસ્યા પર ધ્યાન આપવાના બદલે કેન્દ્ર સરકાર આ આંદોલનને માત્ર અમુક જ રાજ્યોનું આદોલન કહીને બદનામ કરી રહી છે. તેની પાછળ રાજકીય ઈરાદો હોવાનું કહીને ખેડૂતોનું ખરાબ દેખાડી રહી છે. સરકારે ખેડૂતોને બદનામ કરવાના બદલે ખેડૂતોને સાથે રાખીને કૃષિમાં દેશને આત્મનિર્ભર બનાવવાના કામમાં લાગવું જોઈએ.

કેન્દ્રના નાણાં પ્રધાને ગત મે મહિનામાં જાહેરાત કરી હતી કે નાબાર્ડ ખેતપેદાશોમાં વેલ્યૂ એડિશન માટે એક લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપશે. ખેતપેદાશોના નિકાસને પ્રોત્સાહન માટેની આ યોજના હતી. કેન્દ્ર કહે છે કે 1.15 લાખ કરોડ રૂપિયા કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના ખાતામાં જમા થયા છે. જો આ નાણાં કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ ઊભી કરવા માટે વપરાયા હોત તો ખેડૂતોને વધારે ફાયદો થયો હોત.

આંતરરાષ્ટ્રીય બજારમાં કેવા ખેતપેદાશોની જરૂર છે અને તેને કેવી રીતે તૈયાર કરી શકાય તેની વ્યૂહરચના ઘડવા માટે વિશેષ તંત્ર ઊભું કરવાની જરૂર છે. તેના આધારે એક માસ્ટર પ્લાન તૈયાર કરીને ખેડૂતો માટે તકો ઊભી કરવી જોઈએ.

સ્વામીનાથન પંચમાં ભલામણ થઈ છે તે પ્રમાણે ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવોની ખાતરી સરકાર તરફથી મળે તો જ ખેડૂતોને હૈયાધારણ મળે તેમ છે. તેની પાછળ ફાળવાતા ભંડોળનો એવી રીતે ઉપયોગ થવો જોઈએ કે વધુમાં વધુ નિકાસ થઈ શકે અને નફો મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.