નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેણે તેની કારકિર્દીને બરબાદ કરવા માટે તેના પર બદનક્ષીભર્યા આક્ષેપો કર્યા છે.
મની લોન્ડ્રિંગ કેસનો નવો વળાંક: ઉલ્લેખનીય છે કે આ પૂછપરછ મહાઠગ સુકેશ ચંદ્રશેખરના કેસ સાથે જોડાયેલી છે, જેણે તિહાડ જેલમાં રહીને લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ દરમ્યાન તેણે જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહીને મોંઘા-મોંઘા ગિફ્ટ પણ આપ્યાં છે. દિલ્હી પોલીસના અધિકારીઓનુ કહેવુ છે કે સુકેશ ચંદ્રશેખરે છેતરપિંડીની કમાણીથી બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસ અને નોરા ફતેહીને મોંઘા-મોંઘા ગિફ્ટ આપ્યા હતા. ચંદ્રશેખરે અલગ-અલગ મોડલ્સ અને બોલિવૂડ સેલેબ્સ પર લગભગ 20 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જો કે, કેટલાક લોકોએ તેમની પાસેથી ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
મીડિયા કંપનીઓ પર પણ આરોપ: નોરાએ કેટલીક મીડિયા કંપનીઓ પર પણ આરોપ મૂક્યો હતો, જેણે તેની વિરૂદ્ધ તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા લેખો લખ્યા છે. કોર્ટે આગામી સુનાવણીની તારીખ 19 ડિસેમ્બર નક્કી કરી છે. એડિશનલ સેશન્સ જજ પ્રવીણ સિંહની કોર્ટમાં ઇડીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. કારણકે સુકેશ ચંદ્રશેખર સામે મકોકા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે જેકલિન અને નોરા ફતેહીને પૂછપરછ માટે બોલાવવામાં આવી.
200 રુપિયા મની લોન્ડરિંગ કેસ નોંધનીય છે કે 2 ડિસેમ્બરના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સુકેશ ચંદ્રશેખરના રૂપિયા 200 કરોડના મની લોન્ડરિંગ કેસ અંગે ફતેહીની પૂછપરછ કરી હતી. ફર્નાન્ડીઝ અને ફતેહી બંનેએ આ કેસમાં સાક્ષી તરીકે પોતાનું નિવેદન નોંધ્યું હતું. આ જ કેસમાં જેક્લીન સાથે પહેલા પણ પૂછપરછ કરવામાં આવી હતી. પહેલા ED ને આશંકા હતી કે આ કેસમાં જેક્લીન પણ ષડયંત્રમાં સામેલ છે. જોકે બાદમાં સામે આવ્યું કે તે તો આ મામલામાં વિકટીમ છે. સુકેશ નામના આરોપીએ જેક્લીન સાથે પણ છેતરપિંડી કરી હતી. પૂછપરછમાં જેકલીને EDને ઘણી મહત્વપૂર્ણ જાણકારી શેર કરી હતી.