ETV Bharat / bharat

ડેલ્ટા મેઘવાલના પરિવારને આપેલું 5 વર્ષ જૂનું વચન રાહુલ ગાંધીએ કર્યું પુરૂ

બાડમેર જિલ્લાના બોર્ડરના ત્રિમોહી ગામ પહોંચેલા રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા હતા. ડેલ્ટાનગર રાજસ્વ ગામ બનાવવાનું વચન આપ્યું હતું. મહેસુલ પ્રધાન હરીશ ચૌધરીએ ડેલ્ટાના ગામને ડેલ્ટાનગર રાજસ્વ ગામ બનાવવા માટે જાહેરનામું બહાર પાડીને રાહુલ ગાંધીના આ વચનને પૂર્ણ કર્યું છે.

ડેલ્ટા મેઘવાલના પરિવારને આપેલું 5 વર્ષ જૂનું વચન રાહુલ ગાંધીએ કર્યું પુરૂ
ડેલ્ટા મેઘવાલના પરિવારને આપેલું 5 વર્ષ જૂનું વચન રાહુલ ગાંધીએ કર્યું પુરૂ
author img

By

Published : Apr 3, 2021, 1:46 PM IST

Updated : Apr 3, 2021, 3:30 PM IST

  • રાહુલ ગાંધીએ ડેલ્ટાનગર રાજસ્વ ગામ બનાવવાનું વચન પુરૂ કર્યું
  • મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીએ ડેલ્ટાનગરની કરી જાહેરાત
  • તે વખતની વસુંધરા સરકાર પાસે CBI તપાસની માંગ કરી હતી

બાડમેર (રાજસ્થાન): ના બાડમેર જિલ્લામાં શંકાસ્પદ હાલતમાં મૃત હાલતમાં મળી આવેલી દલિત યુવતી ડેલ્ટા મેઘવાલના મામલાની ખૂબ ચર્ચા થઈ હતી. તે દરમિયાન, જિલ્લાની સરહદમાં આવેલા ત્રિમોહી ગામ પહોંચેલા તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા હતા અને ડેલ્ટાનગર રાજસ્વ ગામ બનાવવાનું વચન આપ્યું હતું. હવે આ મામલે, રાહુલ ગાંધીના વચનને મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીએ ડેલ્ટાના ગામ ડેલ્ટાનગર રાજસ્વ ગામ બનાવવા માટે જાહેરનામું બહાર પાડીને પૂર્ણ કર્યું છે.

આ પણ વાંચો: હાથરસ મામલે રાહુલ ગાંધીનું ટ્વિટ, આજે કેટલાક ભારતીય દલિત, મુસ્લિમ અને આદિવાસીઓને માનવ માનતા નથી

વસુંધરા વિરુદ્ધ મોટું આંદોલન શરૂ કર્યું હતું

પરિવાર અને ગામના લોકો આ અંગે ખુશ છે કે, અત્યાર સુધી ન્યાય તો નથી, પરંતુ આ કેસમાં કોંગ્રેસ સરકારે ડેલ્ટાનગર રાજસ્વ ગામનું જાહેરનામું બહાર પાડીને ડેલ્ટાના પરિવારને સાંત્વના આપવાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 માર્ચ મહિનામાં, બીકાનેરના નોખામાં એક તાલીમ સંસ્થામાં પાણીની ટાંકીમાં 17 વર્ષીય દલિત વિદ્યાર્થી ડેલ્ટા મૃત હાલતમાં મળી આવી હતી. તે પછી, પરિવાર અને દલિત સમાજે તેના પર દુષ્કર્મ અને હત્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે, પોલીસ તપાસમાં આત્મહત્યા હોવાનું બહાર આવ્યું હતું. તે સમયે કોંગ્રેસે વસુંધરા વિરુદ્ધ મોટું આંદોલન શરૂ કર્યું હતું. રાહુલ ગાંધી પરિવારને મળીને વસુંધરા સરકાર પાસે CBI તપાસની માંગ કરી હતી અને કહ્યું કે, ડેલ્ટા અને રોહિત વેમુલાને ન્યાય મળવો જોઈએ.

આ પણ વાંચો: લીંબ ગામમાં દલિત સમાજની દીકરીની જાન પર પથ્થરમારાની ઘટનામાં 9 લોકોની ધરપકડ

દલિત યુવતીને ન્યાય અપાવવાં કોંગ્રેસનો મોર્ચો

આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકારથી RSS સુધી ગંભીર આક્ષેપો કર્યા હતા. મહેસૂલ મંત્રી હરીશ ચૌધરીના મતે આ પ્રસ્તાવ તેમની પાસે આવ્યો હતો. તેમની સાથે અન્ય દરખાસ્તો પણ હતી. જેની સાથે ડેલ્ટાનગર રાજસ્વ ગામ સહિત બાડમેર જિલ્લાના ઘણા ગામો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ કેસમાં પૂર્વ સાંસદ અને હાલના મહેસૂલ પ્રધાન હરીશ ચૌધરીએ વસુંધરા સરકાર વિરુદ્ધ ખુલ્લેઆમ મોર્ચો ખોલ્યો હતો.

Last Updated : Apr 3, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.