ETV Bharat / bharat

આ તે કેવી સજા, વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી મૂક્યો તો કાપી નાંખી એડમિનની જીભ

મહારાષ્ટ્રના પુણેમાં વોટ્સએપ ગ્રુપમાંથી (REMOVED FROM WHATSAPP GROUP IN MAHARASHTRA) બહાર કાઢ્યા બાદ પાંચ શખ્સોએ એડમિનને માર માર્યો હતો. ત્યારબાદ તેની જીભ કાપી નાખી (WhatsApp admin cut off his tongue in MAHARASHTRA) હતી. પીડિતને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જીભની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Vઆ તે કેવી સજા, વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી મૂક્યો તો કાપી નાંખી એડમિનની જીભ
આ તે કેવી સજા, વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી મૂક્યો તો કાપી નાંખી એડમિનની જીભ
author img

By

Published : Jan 3, 2023, 7:05 PM IST

Updated : Jan 3, 2023, 7:29 PM IST

પુણે: મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એડમિને વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી મુક્યા બાદ (REMOVED FROM WHATSAPP GROUP IN MAHARASHTRA) પાંચ લોકોએ ગ્રુપ એડમિનને માર માર્યો હતો અને તેની જીભ કાપી (WhatsApp admin cut off his tongue in MAHARASHTRA) નાખી હતી.

એડમિનની જીભ કાપી નાખી: સામે આવેલી માહિતી અનુસાર 28 ડિસેમ્બરે પુણે શહેરના ફુરસુંગી વિસ્તારમાં કેટલાક લોકોએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેના એડમિને કેટલાક લોકોને ગ્રુપમાંથી કાઢી નાખ્યા હતા. આનાથી ગુસ્સે ભરાઈને ગ્રુપમાંથી કાઢી નાખવામાં આવેલા પાંચ લોકોએ એડમિન સાથે ઝગડો થયો અને તેઓએ માર માર્યો હતો. માર માર્યા બાદ તેઓ ત્યાં જ ન રોકાયા અને એડમિનની જીભ કાપી નાખી.

એડમિન સારવાર હેઠળ: પીડિતને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જીભની સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે 38 વર્ષીય મહિલાએ હડપસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ પર પાંચ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી દંપતી અને આરોપી એક જ સોસાયટીમાં રહે છે.

આ પણ વાંચો: નવ વર્ષની સગીરા પર દુષ્કર્મ, આરોપીને પીછો કરીને પકડયો

ઓમ હાઇટ્સ ઓપરેશન નામનું વોટ્સએપ ગ્રુપ: ફરિયાદીના પતિએ સોસાયટીમાં રહેતા લોકોનું ઓમ હાઇટ્સ ઓપરેશન નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. તમામ સભ્યો હાજર હતા. ફરિયાદીનો પતિ આ ગ્રુપનો એડમિન હતો. આ દરમિયાન તેણે એક આરોપીને ગ્રુપમાંથી કાઢી નાખ્યો. આ વાતથી તેને ગુસ્સો આવ્યો. તેણે ફરિયાદીના પતિને વોટ્સએપ પર મેસેજ મોકલીને પૂછ્યું કે તેને કેમ કાઢી નાખ્યો. પરંતુ ફરિયાદીના પતિએ તેને કોઈ જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો: બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તોડ્યા

મળવાને બહાને કરી મારામારી: આ પછી આરોપીએ ફરિયાદીના પતિને ફોન કરીને કહ્યું કે તે તેને મળવા માંગે છે. ફરિયાદી અને તેના પતિ ઓફિસમાં હતા ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. તે સમયે પાંચ લોકોએ ફરિયાદી મહિલાને એમ કહીને માર માર્યો હતો કે ગ્રુપમાં કોઈ પણ પ્રકારનો મેસેજ ન મોકલતો હોવાથી ગ્રુપ જ બંધ થઈ ગયું છે. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીની જીભ કાપી નાખી અને ચહેરા પર મુક્કો મારવાનું શરૂ કરી દીધું, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated : Jan 3, 2023, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.