ETV Bharat / bharat

આરબીઆઈએ સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ. 99,122 કરોડ ટ્રાન્સફર કરશે - શક્તિકાંત દાસ

રિઝર્વ બેંક ઇન્ડિયાએ વધારાના રૂ. 99,122 કરોડ કેન્દ્ર સરકારને ટ્રાન્સફરને મંજૂરી આપી છે.શુક્રવારે મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આરબીઆઈએ સરકાર માટે ખોલ્યો ખજાનો, રૂ. 99,122 કરોડ ટ્રાન્સફર કરશે

author img

By

Published : May 21, 2021, 3:08 PM IST

  • આરબીઆઈની કેન્દ્ર સરકારને મોટી મદદ
  • કોરોના મહામારી સામે ઝઝૂમતી સરકાર માટે ખોલ્યો ખજાનો
  • કુલ 99,122 કરોડ કેન્દ્ર સરકારને આપશે

મુંબઈ - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ કેન્દ્ર સરકારને વધારાના રૂપે રૂ. 99,122 કરોડ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટરની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.જુલાઈ 2020થી માર્ચ 2021ના ​​નવ મહિનાના સમયગાળા માટે રિઝર્વ બેંકના વાર્ષિક અહેવાલ અને હિસાબોને મંજૂરી આપવાની સાથે, બોર્ડે માર્ચ 31ના રોજ પૂરા થયેલા નવ મહિનાના હિસાબી સમયગાળા માટે કેન્દ્ર સરકારને ₹ 99,122 કરોડના વધારાના ટ્રાન્સફરને મંજૂરી આપવામાં આવી છે તેમ આ બેઠક બાદ આરબીઆઈ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

આ પણ વાંચોઃ RBI ગવર્નર શક્તિકાંત દાસ LIVE

9 મહિનાના સમયગાળાની કામગીરીની ચર્ચા

બોર્ડે નિર્ણય લીધો છે કે ઇમરજન્સી રિસ્ક બફર રિઝર્વ બેંકમાં 50.50૦% ટકા જાળવવામાં આવશે. જાલાન સમિતિની ભલામણ મુજબ રિઝર્વ બેંકના 5.5 થી 6.5 ટકા રુપિયા ઇમરજન્સી ફંડ તરીકે રાખવા જોઈએ. 'રિઝર્વ બેંકનું હિસાબી વર્ષ એપ્રિલથી માર્ચ કરવામાં આવ્યું છે. પહેલાં જુલાઈથી જૂન હતું.. તેથી બોર્ડે જુલાઈથી માર્ચ 2021 દરમિયાન નવ મહિનાના સંક્રમણ સમયગાળા દરમિયાન ભારતીય રિઝર્વ બેંકની કામગીરી અંગે ચર્ચા કરી હતી.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, આકસ્મિક જોખમ- બફરને ટકાવી રાખતા આરબીઆઈએ આ રકમ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. હાલની સ્થાનિક અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી બોર્ડે આ નિર્ણય લીધો છે. વધુ જણાવવામાં આવ્યું છે કે, "બોર્ડે તેની બેઠકમાં હાલની આર્થિક સ્થિતિ, વૈશ્વિક અને સ્થાનિક પડકારો અને અર્થતંત્ર પર COVID-19ની બીજી લહેરના વિપરિત પ્રભાવને ઘટાડવા માટે રિઝર્વ બેંક દ્વારા લીધેલા તાજેતરના નીતિગત પગલાંઓની સમીક્ષા કરી હતી."

આ પણ વાંચોઃ પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંયુક્ત પ્રયત્નો જરૂરી: દાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.