- આ વખતે ફરી વ્યાજદરોમાં કોઈ વધારો નહીં થાય
- RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કર્યો
- મોનિટરી પોલિસી કમિટીનો નિર્ણય
મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીએ (Monetary Policy Committee -MPC) વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ વખતે પણ રેપો રેટ 4 ટકાએ યથાવત રાખવામાં આવ્યો છે. બુધવારે નાણાકીય નીતિની જાહેરાત કરતા RBIના ગવર્નર શક્તિકાન્ત દાસે (Reserve Bank of India Governor Shaktikant Das) કહ્યું હતું કે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેન્ક રેટ વગર કોઈ ફેરફારની સાથે 4.25 ટકા રહેશે.
આ પણ વાંચો- MapMyIndia In Capital Market: સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો IPO 09 ડિસેમ્બરે ખૂલશે
રેપો રેટ અને રિવર્સ રેપો રેટ યથાવત્
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રેપો રેટ (India Repo Rate 2021) વગર કોઈ ફેરફારની સાથે 4 ટકા યથાવત રહેશે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ કોઈ ફેરફાર વિના 3.35 ટકા રહેશે.
આ પણ વાંચો- Stock Market India: આજે ફરી મજબૂત શરૂઆત, સેન્સેક્સ 679 પોઈન્ટ ઉછળી 58,000ને પાર
વર્ષ 2021-22માં ફુગાવો 5.3 ટકા રહે તેવું અનુમાન
ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે (Reserve Bank of India Governor Shaktikant Das) કહ્યું હતું કે, વર્ષ 2021-22માં રિયલ જીડીપી ગ્રોથનું અનુમાન 9.5 ટકા રાખવામાં આવ્યું છે. જ્યારે ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) ફુગાવો વર્ષ 2021-22માં 5.3 ટકા રહેવાનું અનુમાન છે.