ETV Bharat / bharat

ED Raids: પ. બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયના ઘરે ઈડીના દરોડા - શશી પંજા

ઈડીએ રાશન કૌભાંડમાં પશ્ચિમ બંગાળના પ્રધાન જ્યોતિપ્રિય મલિકના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડામાં 8 ઈડી અધિકારીઓ સામેલ હતા. ટીએમસી નેતા અને રાજ્ય પ્રધાન શશી પંજાએ આ દરોડાની ટીકા કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિગતવાર

પ. બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયના ઘરે ઈડીના દરોડા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 4:54 PM IST

કોલકાતાઃ ઈડી દ્વારા રાશન કૌભાંડમાં પશ્ચિમ બંગાળના પ્રધાન જ્યોતિપ્રિય મલિકના ઘરે દરોડા પાડ્યા છે. આ કૌભાંડમાં કરોડો રુપિયાના રાશનનું ખોટી રીતે વિતરણ કરવામાં આવ્યાનો આરોપ છે. ગુરુવારે સવારે પશ્ચિમ બંગાળના પ્રધાન મલિકના ઘરે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. ઈડીના અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઈડીની રેડમાં કેન્દ્રીય દળો પણ સામેલ હતા. કોલકાતાના સોલ્ટ વિસ્તારમાં મલિકના બે ફ્લેટ પર રેડ કરવામાં આવી છે. મલિક રાજ્ય સરકારમાં વન પ્રધાન છે.

ખાદ્ય પ્રધાન હતા ત્યારે કૌભાંડઃ મલિક જ્યારે ખાદ્ય પ્રધાન હતા ત્યારે તેમના એક પૂર્વ અંગત સહાયકના ઘરે અને અન્ય આઠ ફ્લેટો પર તપાસ થઈ હતી. ઈડીના અધિકારીએ પીટીઆઈ વીડિયોને કહ્યું કે દરોડા દરમિયાન પ્રધાન સ્થળ પર હાજર નહતા. તેઓ પછીથી આવ્યા. પ્રધાનનો ફોન કબ્જે કરવામાં આવ્યો છે. રેડની અંદર આઠ અધિકારીઓ સામેલ છે.

એક વ્યક્તિની ધરપકડઃ દમદમમાં અમે તેમના એક પૂર્વ અંગત સહાયકના ઘરે દરોડા પાડ્યા છે. અધિકારી વધુમાં જણાવે છે કે સેન્ટ્રલ સર્ચ એજન્સી એક વ્યક્તિની ધરપકડ કરી ચૂકી છે. જેમાં કથિત રીતે સત્તાધીશ પક્ષ તૃણમૂલ કૉંગ્રેસના સાથે સાથે મલિકનો પણ અંગત માણસ ગણાય છે.

પીટીઆઈને આપી જાણકારીઃ તૃણમૂલ કૉંગ્રેસે રાજ્યમાં પૂજા ઉત્સવ દરમિયાન દરોડાને રાજનૈતિક પ્રતિશોધ ગણાવી રહી છે. મલિકના પૂર્વ અંગત સહાયકના ઘર સહિત આઠ ફ્લેટોમાં રેડ પાડવામાં આવી છે. આ રેડનું સંચાલન આઠ અધિકારીઓ કરી રહ્યા છે. ઈડી અધિકારીએ પીટીઆઈને આ જાણકારી આપી છે.

  1. Ashok Gehlot on ED & CBI: મોદી સરકાર તપાસ એજન્સીઓ દ્વારા વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે- ગેહલોત
  2. West Bengal News: મમતા સરકારના ફૂડ મિનિસ્ટર રથિન ઘોષના ઘર સહિત 13 સ્થળો પર પર EDએ રેડ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.