ETV Bharat / bharat

શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ - Today's future

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શનિવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ...

xx
શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
author img

By

Published : Jun 11, 2021, 10:22 PM IST

મેષ: આપના વિચારો સતત બદલાતા રહેતા આપ મુંઝવણમાં રહો તેવી શક્યતા છે. વ્યવસાય કે નોકરીમાં સ્પર્ધાત્મક વાતાવરણ જણાશે. પણ આપ સફળતાપૂર્વક તેમાંથી બહાર આવી શકશો. નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળશે. આપને ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. કોઇ બૌદ્ધિક કે સાહિત્ય લેખનને લગતી પ્રવૃત્તિ માટે દિવસ સારો છે. આજે કોઇ મહત્વના નિર્ણયો લેશો નહીં.

વૃષભ: આપની મુંઝવણ ભરેલી માનસિકતાને કારણે હાથમાં આવેલી અગત્યની તકો ગુમાવો નહીં તેનું ધ્યાન રાખવાની ખાસ સલાહ છે. નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. આપના જીદ્દી સ્વભાવને કારણે કોઇની સાથે મતભેદ થઇ શકે. આપની વાકપટુતાથી આપ કોઇને આકર્ષિત કરી શકશો. આપના કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. વિદ્યાર્થીઓ સફળતા મેળવી શકશે.

મિથુન: આજે આપ ઉત્સાહિત અને સ્ફૂર્તિલા હશો. આપ સારા પોશાક અને ઘરેણાં પહેરશો, સ્વાદિષ્ટ ભોજન માણશો અને સગા સ્નેહીઓ સાથે આપનો દિવસ ખુશીમાં પસાર થશે. લગ્નજીવનમાં સંતોષ અને શાંતિ મેળવી શકશો. નાણાંકીય લાભ અને યોજનાઓ પાર પાડવા માટે આજનો દિવસ વધુ યોગ્ય છે. આપે ખર્ચ પર કાબુ રાખવો પડશે. આપ નકારાત્મક વિચારોને આપના પર હાવિ ન થવા દેશો.

કર્ક : આજે આપનું મન અગાઉની તુલનાએ થોડુ અસ્‍વસ્‍થ અને બેચેન રહે. તેના માટે સૌથી વધુ વૈચારિક ગડમથલ જવાબદાર રહેશે માટે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અને તટસ્થ વલણ રાખવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. આપની નિર્ણયશક્તિ પ્રમાણમાં ઓછી રહેશે. બોલવામાં બહુ ધ્યાન રાખવું પડશે નહીં તો કોઈ સાથે ઝઘડો થવાની શક્યતા છે.તબિયત સાચવવાની સલાહ છે. ધનખર્ચની શક્યતા છે તથા સ્વમાનભંગ થાય તેવા કાર્યોથી દૂર રહેવાની સલાહ છે. ગેરસમજ અંગે ખુલાસો કરવાથી મન હળવું બનશે.

સિંહ : આજે આપને લાભ થવાની શક્યતા છે તેમ જણાઈ રહ્યું છે, પણ આપનું મનોવલણ સ્પષ્ટ નહીં હોય તો મળેલી તક ગુમાવવી પડે તેવી શક્યતા છે. માનસિક સ્પષ્ટતા વધુ રાખવી. સ્ત્રી મિત્રોને મળીને લાભ મેળવી શકશો. આપ આપના વડીલોના આશીર્વાદ મેળવી શકશો. ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થશે. વેપારીઓ ધંધામાં સારી સફળતા મેળવી શકશે. નોકરીમાં આવકમાં વધારો થઇ શકશે. મુસાફરી થવાની પણ શક્યતા છે.

કન્યા : નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્‍ઠ સમય છે. વેપારીઓને વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. નોકરિયાતોની પદોન્‍નતિની શક્યતાઓ ઉભી થાય છે. પિતા તરફથી લાભ થાય. પરિવારમાં આનંદઉલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં સુમેળ રહેશે. સરકારી કામકાજો પાર પડશે અને સ્‍વસ્‍થતાથી આજનો દિવસ પસાર કરશો.

તુલા : આજે આપ પ્રવાસ કે કોઇ દેવસ્થાનમાં જાવ તેવી શક્યતા છે. જે લોકો વિદેશ જવા માંગતા હશે તેમના માટે અનુકૂળ સંજોગો ઊભા થશે. આપને બાળકોની તેમજ તબિયતની ચિંતા સતાવે. નોકરીમાં આપ સાથે કામ કરતા લોકો અને ઉચ્ચ અધિકારીઓનો સહકાર નહી મેળવી શકો. આપે કોઇની સાથે દલીલ ન કરવી. ખર્ચ થવાની પણ શક્યતા છે.

વૃશ્ચિક : આજે આપે આપના સ્વભાવ અને વર્તન પર જેટલો કાબુ રાખશો એટલા સરળતાથી તમારા કાર્યો પાર પડશે. કોઇ નવું કાર્ય શરૂ કરતા પહેલા દરેક પાસાનો ઉંડો અભ્યાસ કરવો. આરોગ્ય સંભાળવાની સલાહ છે. મને ગમતી હોય તેવી પ્રવૃત્તિમાં ધ્યાન આપવું અને ખાનપાન બાબતે વધુ સભાન રહેવું પડશે. અચાનક આર્થિક લાભ થઇ શકે. ધાર્મિક કાર્ય કે સાધના માટે સમય સારો છે. વિચારો અને ચિંતનથી મનને શાંત કરી શકશો.

ધન : આપ આજે ખુશી, આનંદ અને શાંતિ મેળવી શકશો. સારા વસ્ત્રો, મિત્રો સાથે હરવા-ફરવાનું અને સ્વાદિષ્ટ ભોજન આપનો દિવસ આનંદમય બનાવશે. વિજાતીય લોકોથી આપ આકર્ષાશો અને તેમને મળીને રોમાંચ અનુભવશો. જાહેર જીવનમાં આપ પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સારું દાંપત્યસુખ પણ મળશે.

મકર : આપની તંદુરસ્તી આજે સારી રહેશે. આપ માન-સન્માન તેમજ આનંદ મેળવી શકશો. કુટુંબીજનો સાથે મોજમજામાં સમય ગાળશો. આજે વેપાર ધંધામાં સારી બરકત જોઇ શકશો. આર્થિક લાભ થવાની શક્યતા છે. સાથે કામ કરનારા લોકો આપને ટેકો આપશે. પ્રતિસ્પર્ધીઓને મ્હાત કરી શકશો. આપે કાયદાકીય બાબતોથી દૂર રહેવું જોઇએ.

કુંભ : આપનો દિવસ મિશ્ર ફળદાયી નિવડશે. વિચારોની ઉથલ-પાથલને કારણે કોઇ મહત્વનો નિર્ણય ન લો તે વધુ યોગ્ય છે. પ્રવાસ કે યાત્રામાં વિઘ્ન આવી શકે. ઇચ્છિત કાર્યો પૂરા ન થતા આપ હતાશા અને બેચેની અનુભવશો. પેટની પીડા પરેશાન કરી શકે. સંતાનોના સ્વાસ્થ્ય કે અભ્યાસની બાબતોમાં તમારે વધુ સમય આપવો પડશે.

મીન : આજે આપનામાં તાજગી કે સ્ફૂર્તિનું સ્તર નીચું રહેશે તેમ જણાઈ રહ્યું છે. માતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે વધુ કાળજી લેવાની સલાહ છે. પરિવારજનો સાથે શક્ય હોય એટલી વધુ વિનમ્રતા અને સહકારની ભાવનાથી રહેવું. મકાન અને વાહનના દસ્તાવેજ કરવામાં સાચવવુ પડે. સ્ત્રી તેમજ જળાશયોથી સાચવવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.