ગુમલા: સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે રાત્રે બાઇક સાથે બે લોકોને જીવતા સળગાવી દેવામાં (Jharkhand rape accused brunt) આવ્યા હતા. તેમના નામ સુનીલ ઉરાં અને આશિષ ઉરાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, આગ લાગ્યા બાદ બંને કોઈ રીતે ભાગીને ગામમાં પહોંચીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બંનેને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમની હાલત નાજુક જોતા તેમને રિમ્સમાં રીફર કર્યા હતા. જેમાં સુનીલ ઉરાંનું રિમ્સમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
આ પણ વાંચો: હવસ અને હેવાનીયતઃ દુષ્કર્મ બાદ પીડિતાને સળગાવી દેવાઈ, પોલીસે કરી કાર્યવાહી
જ્યારે તેમના ગામલોકોને બે લોકોને જીવતા સળગાવવાની જાણ થઈ ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને હંગામો મચાવ્યો અને લોહી માટે લોહીની માંગ કરવા લાગ્યા. પોલીસને આ બાબતની જાણ થતાં જ તુરંત જ એસડીપીઓ મનીષ ચંદ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો.
આ પણ વાંચો: લગ્નની પહેલી જ રાત્રે વરરાજાએ વાયગ્રા લીધી અને પહોંચ્યો હોસ્પિટલ, સેક્સ નિષ્ણાતો શું કહે છે
મૃતક સુનીલના સંબંધીઓનું કહેવું છે કે, બુધવારે રાત્રે કિશુન ઉરાં કેટલાક લોકો સાથે તેના ગામ પહોંચ્યો હતો અને વાત કરવાના બહાને સુનીલ અને આશિષને પોતાની સાથે ગામ લઈ ગયો હતો. આ પછી બંને પર મારપીટ કરવામાં આવી હતી અને પછી બંનેને કેરોસીન છાંટીને આગ ચાંપી (Rape accused burnt alive ) દેવામાં આવી હતી. આગ લાગ્યા બાદ બંનેએ કોઈક રીતે આગને કાબુમાં લીધી હતી અને જીવ બચાવવા ભાગી છૂટ્યા હતા. પરંતુ આ દરમિયાન બંને ખરાબ રીતે દાઝી ગયા હતા. ગામલોકો તેને હોસ્પિટલ લઈ ગયા જ્યાંથી તેને રાંચી રિમ્સમાં રિફર કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન સુનીલ ઓરાંનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે આશિષની હાલત નાજુક હોવાનું કહેવાય છે.