રામપુરઃ એક પિતા પોતાની દીકરીનો જીવ બચાવવા માટે પોતાના પ્રાણની પણ ચિંતા કરતો નથી. પણ ઉત્તર પ્રદેશના રામપુરમાંથી સંબંધોની મર્યાદા પાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાએ પોતાની જ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી દીધી હતી. રામપુર જિલ્લા કાર્ટે આ કેસમાં આ નરાધમ પિતાને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
ત્રણ વર્ષ પહેલાઃ આ કિસ્સો ત્રણ વર્ષ પહેલાનો છે. એક દીકરી સાથે એના પિતા એ સતત ચાર વર્ષ સુધી બળાત્કાર કર્યો હતો. જ્યારે એ ગર્ભવતી થઈ જતી એ સમયે તે દવાઓ ખવડાવીને ગર્ભપાત કરાવતો હતો. એક દિવસ દીકરીની સહનશક્તિએ જવાબ આપી દીધો અને પિતાની સામે કાયદાકીય પગલાં લેવાયા. બિલાસપુરમાં દીકરીએ પિતા સામે કેસ કર્યો. મામલો કોર્ટમાં ચાલું હતો. પણ શુક્રવારે આ કેસનો નીવેડો આવ્યો હતો. રામપુર ફાસ્ટ ટ્રેક કોર્ટે પિતાને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
તારીખ 18 ઓગસ્ટ 2020ના રોજ આ કેસમાં યુવતીએ ફરિયાદ કરી હતી. 21 વર્ષની દીકરીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, પિતા છેલ્લા ઘણા સમયથી એની સાથે બળાત્કાર કરી રહ્યો હતો. ફરિયાદના આધારે પિતાની ધરપકડ કરાઈ હતી. પછી પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરાયો હતો. મેડિકલ બાદ ફરીથી એનું નિવેદન લેવાયું હતું. --સરકારી વકીલ સૌરભ કુમાર
પીડિતાની વાતઃ પીડિતાએ પોતાની વાત કરતા કહ્યું હતું કે, પિતાએ જ્યારે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો એ સમયે હું બૂમો પાડીને ઘરની બહાર નીકળી ગઈ હતી. પાડોશમાં રહેલી એક ડેરીમાં કામ કરતો ભાઈ યુદ્ધના ધોરણે દોડી આવ્યો હતો. દીકરીની બૂમો સાંભળીને આસપાસમાંથી ઘણા લોકો એકઠા થઈ ગયા હતા. દીકરીએ પોતાની આપવીતિ કહી હતી. પછી ફરિયાદ દાખલ થઈ અને પોલીસે ચાર્જશીટ પણ તૈયાર કરી લીધી. કોર્ટમાં દસ પુરાવાઓ રજૂ કરાયા હતા.
મોટી સજાઃ કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાન રાખીને આરોપીને આજીવન કારાવાસ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો તે, આર્થિક દંડ ન ભરે તો વધારે છ મહિના સુધીમાં ચૂકવણી કરવા આદેશ કરાયો હતો. જોકે, યુદ્ધના ધોરણે આ કેસનો નીવેડો આવતા સમગ્ર જિલ્લામાં આ કેસની ચર્ચા થઈ રહી છે. જોકે, કોર્ટના વલણ અને પોલીસની કામગીરી અંગે પણ વાત થઈ રહી છે.