અયોધ્યાઃ રામ મંદિરના નિર્માણ સમિતિએ મંદિર નિર્માણને લઈ વધુ એક આઠ સભ્યોની વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં દેશના ટોપ એન્જિનિયરોને સામેલ કરવામાં આવ્યા છે. આ સમિતિ મંદિરના નિર્માણના પાયા માટે 1200 પિલર્સ સહિત મંદિર નિર્માણ પર 15 ડિસેમ્બરે પોતાનો રિપોર્ટ સોંપશે.
ડિઝાઈનની સમીક્ષા કરવા નવી સમિતિની રચના
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને નિર્માણ સમિતિએ અયોધ્યામાં રામ મંદિરના પાયાની ડિઝાઈનની સમીક્ષા કરવા અને ભલામણ તેમજ ડિઝાઈન સંબંધિત કોઈ ફેરફાર કરવા માટે પ્રતિષ્ઠિત એન્જીનિયરોની એક વિશેષ સમિતિની રચના કરી છે. જેથી મંદિરનું નિર્માણ નિર્વિધ્ન અને ગુણવત્તાપૂર્ણ થઈ શકે.

આઠ એન્જિનિયરોની બની સમિતિ
મંદિરના ડિઝાઈનને વધુ આર્કષિત અને ગુણવત્તા વાળી બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા આઠ ઈજનરોની એક નવી સમિતિની રચના કરવામાં આવી છે. જેનો હેતુ વિભિન્ન ભૂ-તકનીકીના આઈડિયાને ધ્યાનમાં રાખી ઉચ્ચતમ ગુણવત્તા અને દીર્ઘાયુ સાથે મંદિરનું નિર્માણ કરવાનો છે. આપને જણાવી દઈએ કે પયાના ખોદકામ વખતે ધરતીની રેતી અને માટી મળી આવ્યા બાદ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આઠ સભ્યોની નિષ્ણાંત સમિતિમાં પ્રો. વી.એસ.રાજુ: ભૂતપૂર્વ નિયામક, આઈઆઈટી દિલ્હીને અધ્યક્ષની જવાબદારી મળી છે. પ્રોફેસર એન. ગોપાલકૃષ્ણન: ડાયરેક્ટર, સીબીઆરઆઈ, રૂડકી - કન્વીયર, જ્યારે પ્રો.એસ.એસ.ગાંધી: ડીઆઈઆરટી, એનઆઈટી, સુરત અને પ્રો. ટી.જી. સીતારામના ડાયરેક્ટર, આઈઆઈટી, ગુવાહાટીને સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમજ પ્રો.બી. ભટ્ટાચારજી ઇમરેટસ-પ્રોફેસર, આઈઆઈટી, દિલ્હી, એ.પી. મૂલ: સલાહકાર ટીસીઇ, પ્રોક. મનુ સંતનામ: આઈઆઈટી, મદ્રાસ અને પ્રો. પ્રદીપતા બેનરજી: આઈઆઈટી, મુંબઈને સભ્ય બનાવવામાં આવ્યા છે.