ETV Bharat / bharat

રાકેશ ટિકૈતે કરી મોટી જાહેરાત, 60 ટ્રેક્ટર સાથે સંસદ સુધી કરશે કૂચ - Solidarity Programs

ભારતીય કિસાન યુનિયનના (BKU) નેતા રાકેશ ટિકૈતે મંગળવારે જાહેરાત (RAKESH TIKAIT ANNOUNCE) કરી હતી કે, તેઓ પાક માટે લધુત્તમ ટેકાના ભાવની(MSP) ગેરંટી સહિતના મુદ્દાઓને લઈને 60 ટ્રેક્ટર સાથે સંસદ સુધી રેલી કરશે. આ વખતે એક હજાર લોકો સંસદમાં જશે. 26 નવેમ્બરે આંદોલનની 'આંશિક જીત' ઉજવવામાં આવશે, અને આંતરરાષ્ટ્રીય ખેડૂત સંગઠનો દ્વારા વિશ્વભરમાં 'સોલિડેરિટી પ્રોગ્રામ્સ'નું (Solidarity Programs) પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાકેશ ટિકૈતે કરી મોટી જાહેરાત, 60 ટ્રેક્ટર સાથે સંસદ સુધી કરશે કૂચ

author img

By

Published : Nov 24, 2021, 2:36 PM IST

  • 26મી નવેમ્બરે ભારતનાં લાખો ખેડૂતોના સંધર્ષને એક વર્ષ પૂર્ણ થશે
  • 750 ખેડૂતોના મોતની જવાબદારી સરકારે લેવી જોઈએ: રાકેશ ટિકૈત
  • 29 નવેમ્બરે 60 ટ્રેકટર સાથે સંસદ સુધી રેલીનુ આયોજન
  • આંતરરીષ્ટ્રીય ખેડૂત સંગઠનો દ્વારા વિશ્વભરમાં 'સોલિડેરિટી પ્રોગ્રામ્સ'નું આયોજન

કૌશામ્બી: BKUના નેતા રાકેશ ટિકૈતે મંગળવારે જાહેરાત (RAKESH TIKAIT ANNOUNCE) કરી હતી કે, તેઓ પાકને લધુત્તમ ટેકાના ભાવ (MSP) મળે તેની ગેરંટી સહિતના મુદ્દાઓને લઈને 29 નવેમ્બરે 60 ટ્રેકટર સાથે સંસદ સુધી કૂંચ કરશે. સરકાર દ્વારા જે રસ્તાઓ ખોલવામાં આવ્યા છે તે રસ્તાઓ પરથી ટ્રેક્ટરો પસાર થશે, અમારા પર રોડ બ્લોક કરવાનો આરોપ હતો. અમે કોઈ રસ્તો રોક્યો નથી, 'રસ્તો રોકો'એ અમારુ આંદોલન નથી, અમારૂ આંદોલન ખેડૂતોની જે સમસ્યા છે તેના વિશે છે, તેથી અમે સીધા સંસદમાં જઈશું.

આ વખતે એક હજાર લોકો સંસદમાં જશે

રાકેશ ટિકૈતનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેન્દ્રીય કેબિનેટ (Central cabinet) બુધવારે ત્રણ કૃષિ કાયદા રદ કરવાની (FARM LAWS REPEAL) મંજૂરી આપે તેવી સંભાવના હતી, પરંતુ એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડીયે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. ટિકૈતે વધુમાં કહ્યું હતું કે, ગઈ વખતે 200 લોકો આ યાત્રામાં જોડાયા હતા, પરંતુ આ વખતે એક હજાર લોકો સંસદમાં જશે. અમે MSP પરના સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. ગત વર્ષે 750 ખેડૂતોના મોત થયા હતા, જેની જવાબદારી સરકારે લેવી જોઈએ.

આ પણ વાંચો: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કૃષિ કાયદાઓને પરત ખેંચવાના બિલને અપાઈ મંજૂરી: સુત્ર

રાજ્યોની રાજધાનીઓમાં અન્ય વિરોધ પ્રદર્શનો માટે ટ્રેક્ટર રેલીઓનું આયોજન

29 નવેમ્બરે સંસદનુ શિયાળુ સત્ર શરૂ થશે, જે 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ખેડૂતોના સંગઠનોમાંના એક સંયુક્ત કિસાન મોકચાએ (SKM) સત્તાવાર નિવેદન જાહેર કર્યું કે, રાજ્યોની રાજધાનીઓમાં અન્ય વિરોધ પ્રદર્શનો માટે ટ્રેક્ટર રેલીઓનું આયોજન કરવામાં આવશે. SKMએ કહ્યું કે, ભારતમાં લાખો ખેડૂતોના સંધર્ષને 26મી નવેમ્બરે એક વર્ષ પૂર્ણ થવાનું છે, ત્યારે તે દિવસને યાદગાર બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તે દિવસે હજારો ખેડૂતો દિલ્હીની આસપાસના મોરચાના સ્થળો પર આવે તેવી સંભાવના છે.

વિશ્વભરમાં 'સોલિડેરિટી પ્રોગ્રામ્સ'નું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 26 નવેમ્બરે આંદોલનની 'આંશિક જીત' ઉજવવામાં આવશે અને બાકીની માંગણીઓ પર ભાર મુકવામાં આવશે. SKMએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ખેડૂત સંગઠનો (International Farmers Association) દ્વારા વિશ્વભરમાં 'સોલિડેરિટી પ્રોગ્રામ્સ'નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શન

સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે 26 નવેમ્બરના રોજ બપોરે 12 થી 2 વાગ્યાની(GMT) વચ્ચે લંડનમાં ભારતીય હાઈ કમીશનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 30 નવેમ્બરે ફ્રાંસની રાજધાની પેરિસમાં વિરોધ પ્રદર્શન થશે. 4 ડિસેમ્બરે કેલિફોર્નિયામાં કાર રેલીનું આયોજન કરવામાં આવશે અને અમેરિકાની ન્યૂયોર્કમાં સિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. તે દિવસે સેન જોસ ગુરૂદ્વારામાં સ્મરણોત્સવ કાર્યક્રમ રાખવામાં આવશે અને મિણબત્તી સળગાવવામાં આવશે. 5 ડિસેમ્બરે નેધરલેન્ડ્સમાં અને 8 ડિસેમ્બરે ઑસ્ટ્રિયાના વિયેનામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્ચું છે. ઓસ્ટ્રેલિયાની સાથે અમેરિકાના અન્ય સંયુક્ત રાજ્ય વોશિંગ્ટન અને ટેક્સાસ જેવા સ્થળો પર આ કાર્યક્રમ થશે, જેની વધુ વિગતો ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.

આ પણ વાંચો: કૃષિ કાયદા 2020 રદ્દ કરવાની જાહેરાત બાદ શું કહી રહ્યા છે ખેડૂતો, જાણો...

25 નવેમ્બરે હૈદરાબાદમાં મહાધરણા

તેમણે કહ્યું કે 25 નવેમ્બરે હૈદરાબાદમાં પણ ખેડૂતોના વિરોધની વર્ષગાંઠ પર મહાધરણાનું આયોજન કરવામાં આવશે, જેમાં SKMનાં ઘણા નેતાઓ સામેલ થશે. આ મહાધરણામાં ઘણા ટ્રેડ યુનિયનો અન્ય જન સંગઠનોના નેતાઓ પણ ભાગ લેશે. 24 નવેમ્બરે સર છોટુ રામની જન્મજયંતિ 'કિસાન મજદૂર સંઘર્ષ' દિવસ તરીકે ઉજવવામાં આવશે. સરકારે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર માટે તેના એજન્ડામાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના બિલને સૂચિબદ્ધ કર્યા છે. વડાપ્રધાન દ્વારા ગુરુપૂરબ પર ત્રણ કૃષિ કાયદાને રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.