ETV Bharat / bharat

20 દિવસ પહેલા જ બોલ્યા હતા રાકેશ ટિકૈત - ચૂંટણી પહેલા કોઈ મોટા હિંદુ નેતાની હત્યા થઈ શકે છે - રાકેશ ટિકૈત

આજથી 20 દિવસ પહેલા હરિયાણાના સિરસામાં રાકેશ ટિકૈતે કહ્યું હતું કે બીજેપીથી ખતરનાક કોઈ પાર્ટી નથી. તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, યુપી વિધાનસભા ચૂંટણી પહેલા કોઈ મોટા હિંદુ લીડરની હત્યા થઈ શકે છે.

20 દિવસ પહેલા જ બોલ્યા હતા રાકેશ ટિકૈત - ચૂંટણી પહેલા કોઈ મોટા હિંદુ નેતાની હત્યા થઈ શકે છે

author img

By

Published : Sep 20, 2021, 8:56 PM IST

  • 20 દિવસ પહેલા ટિકૈતે કોઈ મોટા હિંદુ નેતાની હત્યા થઈ શકે છે તેવું કહ્યું હતું
  • ભાજપ પર હિંદુ-મુસ્લિમ કરીને ચૂંટણી જીતવા માંગતી હોવાનો લગાવ્યો હતો આરોપ
  • ટિકૈતે સરકારી નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા

હિસાર/લખનૌ: ઘણા મહિનાઓથી કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે લગભગ 20 દિવસ પહેલા ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. હરિયાણાના સિરસામાં ટિકૈતે કહ્યું હતું કે, બીજેપીથી વધુ ખતરનાક કોઈ પાર્ટી નથી. વિવાદાસ્પદ નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે, યુપીમાં ચૂંટણી પહેલા એક મોટા હિંદુ નેતાની હત્યા થઈ શકે છે.

યુપી ચૂંટણી પહેલા એક મોટા હિંદુ નેતાની હત્યા કરવામાં આવશે

હરિયાણાના સિરસા ખાતે ખેડૂત સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર મોટો આરોપ લગાવ્યો હતો. ટિકૈતે કહ્યું હતું કે, યુપી ચૂંટણી પહેલા એક મોટા હિંદુ નેતાની હત્યા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આમનાથી (ભાજપ-આરએસએસ) બચીને રહેવું અને તેઓ કોઈ મોટા હિંદુ નેતાની હત્યા કરીને દેશમાં હિંદુ-મુસ્લિમ કરીને ચૂંટણી જીતવા માંગે છે.

દેશ પર સરકારી તાલીબાનીઓનો કબજો

ખેડૂત નેતા ટિકૈતે કહ્યું હતું કે, બીજેપીથી ખતરનાક કોઈ બીજી પાર્ટી નથી, જે લોકોએ બીજેપી બનાવી હતી આજે એ નેતાઓને પણ ઘરમાં કેદ કરવામાં આવ્યા છે. ટિકૈતે કહ્યું હતું કે, આ દેશ પર સરકારી તાલીબાનીઓનો કબજો થઈ ચૂક્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે જે SDMએ ખેડૂતો પર લાકડીઓ ચલાવરાવી તેનો કાકો RSSમાં મોટા પદ પર છે. આ સરકારી તાલીબાનીઓનો પહેલો કમાન્ડર કરનાલમાં મળી ચૂક્યો છે. જો તેઓ અમને ખાલિસ્તાની કહશે તો અમે તેમને તાલિબાની કહીશું.

સરકારી નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે, પરંતુ એવું થયું નહીં અને ન તો પાક બમણા દરે વેચાયો. આ સિવાય ટિકૈતે સરકારી નીતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, દેશની મોટી કંપનીઓ લોન લઇને માફ કરાવી દે છે અને પછી એ જ કંપનીઓ સરકારી સંસ્થાઓ ખરીદી લે છે.

લોન ના ચૂકવવામાં આવે તો ખેડૂતોની બમણી કિંમતની જમીન હડપી લેવામાં આવે છે

ટિકૈતના કહ્યા પ્રમાણે, જો કોઈ ખેડૂત લોન લઇને ન ભરી શકે તો તેનું ઘર, જમીન સુધી નીલામ કરી દેવામાં આવે છે. લોન 10 લાખની હોય તો પણ ખેડૂતની 50 લાખની જમીન વેચી દેવામાં આવે છે, આ કયા પ્રકારનો કાયદો છે. ટિકૈતે કહ્યું હતું કે, નીતિઓ જ્યાં બને છે ત્યાં કોઈપણ ટ્રેક્ટર કે હળ ચલાવનારું નથી.

વધુ વાંચો: પીલીભીતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ભાજપ પર પ્રહાર, ઉત્તરપ્રદેશમાં તાલિબાનની જેમ બંદૂકની અણીએ ભાજપ સરકાર બનાવશે

વધુ વાંચો: 'ભાજપના ચાચાજાન છે ઓવૈસી, ખેડૂતોએ ચાલ સમજી લેવાની જરુર': રાકેશ ટિકૈત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.