ચેન્નઈઃ અભિનેતા અને નેતા રજનીકાંત રાજનીતિને લઈ આજે મહત્વનો નિર્ણય કરી શકે છે. તમિલનાડુમાં 2021માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને લઈ જાહેરાત કરી શકે છે. આપને જણાવી દઈએ કે પોતાના મોરચાના પદાધિકારીઓ સાથે બેઠક કરવા માટે રજનીકાંત પોતાના ઘરથી નિકળી ચુક્યા છે. જોકે થોડા સમય પહેલા જ ડોક્ટરોએ તેમને સ્વાસ્થ્યને કારણે રાજનીતિમાં સક્રિય ન રહેવા સલાહ આપી હતી.
આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થશે
અભિનેતાના નિવાસ રાધવેન્દ્ર કલ્યાણ મંડપમમાં યોજાનારી બેઠકમાં રજનીકાંત પોતાના મોરચાના રજની મક્કલ મન્દ્રમના જિલ્લા સચિવો સાથે વિચાર વિમર્શ કરશે. આશરે 1 મહિના પહેલા રજનીકાંતે કહ્યું હતું કે તે ઉચિત સમય પર મંદ્રમના પદાધિકારીઓ સાથે ચર્ચા કરીને પોતાના રાજનીતિક વલણ વિશે લોકોને સુચિત કરશે. તમિલનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધાનસભા ચૂંટણીનું આયોજન થનાર છે.
આજે સ્પષ્ટ કરશે પોતાનું વલણ
બેઠકના એજન્ડાને લઈ સુત્રોએ સંકેત આપ્યા છે કે જેવું રજનીકાંતે પોતે જ કહ્યું હતુ કે તે પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ પોતાનું વલણ સ્પષ્ટ કરશે, એવામાં બેઠક બાદ આ સંબંધિત મહત્વની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે મંદ્રમના ગઠનને તમિલનાડુની વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિક પાર્ટીમાં રૂપાંતરિત કરવા માટે મદદગાર પગલા તરીકે જોવામાં આવે છે.