- TMCની સરકારમાં ફરી એકવખત ગાબડું
- પશ્ચિમ બંગાળના 5 નેતાઓ ભાજપમાં જોડાયા
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહના નિવાસ સ્થાને કેસરિયો ધારણ કર્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો પશ્ચિમ બંગાળનો પ્રવાસ સ્થગિત છે. પરંતુ તેઓએ દિલ્હીમાં બેસીને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીની સરકારમાં ફરી એખવખત ગાબડું પાડ્યું છે.
વિશેષ ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા
કોલકતાથી વિશેષ પ્લેનમાં દિલ્હી પહોંચેલા તૃણમૂલ કોંગ્રેસના 3 ધારાસભ્ય સહિત પાંચ નેતાઓ ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.
શાહના નિવાસ સ્થાને ભાજપમાં જોડાયા
રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય તૃણમૂલ કોંગ્રેસના પાંચ નેતાઓ કોલકતાથી વિશેષ ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા હતા. ત્યારબાદ આ નેતાઓ ગૃહપ્રધાન અમિત શાહના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા.
પાંચ નેતાઓમાંથી 3 ધારાસભ્ય
આ નેતાઓમાં મમતા સરકારના પ્રધાન પદથી રાજીનામું આપનારા ધારાસભ્ય રાજીવ બેનર્જી, પ્રબીર ઘોષાલ અને બૈશાલી ડામલિયા પ્રમુખ છે. આ ઉપરાંત હાવડના પૂર્વ મેયર રતિન ચક્રવર્તી અને પાર્થસારથી પણ ભાજપમાં સામેલ થયા છે. જેમાંથી 3 નેતાઓ ધારાસભ્ય છે.