- નેશનલ હાઈવે નંબર 68 પર અક્સ્માત
- 4 મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ
- 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત
બાડમેર: જિલ્લામાં મોડી રાતે નેશનલ હાઈવે નંબર 68 પર બસ અને બોલેરો કાર ટક્કર થઈ હતી. ઘટનામાં 4 મહિલાઓનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ લોકોને મેડિકલ કોલેજના રાજકીય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમનો ઈલાજ ચાલું છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિના ભાઈની પંજશીરમાં હત્યા
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા
બોલેરોકારમાં લગભગ 18 લોકો લોહાવટથી પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે જ વખતે નેશનલ હાઈવે નંબર 68 પર બોલેરો કાર અને બસ વચ્ચે ટક્કર થઈ, જેનો 18 લોકો શિકાર બન્યા, ઘટનામાં 4 મહિલાઓનું મૃત્ય થયું હતુ. ઘટનાની ખબર પડતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહોને પોતાના કબ્જામાં લીધા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ પણ વાંચો : 9/11નો આતંકી હુમલો: જે ભયાનકતાના દશ્યો આજે પણ યથાવત
એક જ પરિવારની 4 મહિલાઓના મૃત્યુ
શુક્રવારે રાતે સુદાબરી નિવાસી બોલેરો કારમાં લોહાવટમાં દેવી-દેવતાઓના દર્શન કરીને પોતાના ગામ જઈ રહ્યા હતા. ચૌહટન ચોકની થોડા કિલોમીટર આગળ સામેથી આવી રહેલી બસની બલેરો કાર સાથે ટક્કર થઈ ગઈ. ટક્કરના કારણે બલેરો કારના બેઠેલી એક જ પરિવારની 4 મહિલાઓના મૃત્યુ થઈ ગયા હતા અને 12 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે અન્યને નાની-મોટી ઈજા પહોંચી પહોંચી હતી.