- જોધપૂર-બાડમેર હાઈવે પર થયો અક્સ્માત
- ઘટના સ્થળે જ 2 બાળકોના મૃત્યું
- અક્સ્માતમાં 5 લોકોના મૃત્યું
જોધપૂર : જિલ્લાના જોધપુર-બાડમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ -25 પર ભયાનક માર્ગ અકસ્માતમાં 3 નિર્દોષ બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે રાત્રે સાડા અગિયાર વાગ્યે ભંડુ-નારનાડી નજીક આ અકસ્માત થયો હતો. જ્યાં કાર અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
બે બાળકોનું ઘટના સ્થળે મોત
આ ટક્કર એટલી ગંભીર હતી કે બે બાળકોનું ઘટના સ્થળે જ મૃત્યું થયુંં હતું, જ્યારે પિતા અને એક પુત્રનું હોસ્પિટલ લઈ જતા માર્ગમાં મૃત્યું નીપજ્યું હતું. માહિતી મળતાં પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. બોરનાડા પોલીસ અધિકારી કિશનલાલ વિશ્ર્રોઇ, એસીપી મંગીલાલ રાઠોડ વગેરે ઘટના સ્થળે પહોંચ્યા હતા, ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કારને સ્થળ પરથી હટાવવામાં આવી હતી.
આ પણ વાંચો : પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ગમ્ખ્વાર અક્સ્માત સર્જાતા 13ના મોત
રાતે થયો અક્સ્માત
એસીપી બોરનાદા મંગીલાલ રાઠોડે જણાવ્યું કે બપોરે સાડા અગિયાર વાગ્યે નારણાડી-ભંડુની વચ્ચે ટ્રોલા વચ્ચે કાર અને ટ્રક વચ્ચે ટકરાઈ હતી. આ અકસ્માતમાં બે બાળકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.