મુંબઈ: મુંબઈ સાયબર ક્રાઈમે રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફિક વીડિયો પ્રોડક્શન કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. (RAJ KUNDRA PORNOGRAPHY CASE)કુન્દ્રાના વકીલ પ્રશાંત પાટીલે કહ્યું કે, "અમે કાયદાની પ્રક્રિયાને અનુસરવા અને ચાર્જશીટની નકલ એકત્ર કરવા કોર્ટમાં હાજર થઈશું. આરોપો અમે એફઆઈઆર અને મીડિયા રિપોર્ટ્સથી સમજીએ છીએ. મારા અસીલને આ ગુના સાથે કોઈ લેવાદેવા નથી. તેમની સામે કોઈ પ્રથમદર્શી કેસ નોંધવામાં આવ્યો નથી."
450 પાનાની ચાર્જશીટ: અશ્લીલ વીડિયો બનાવવાના કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુન્દ્રાની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં મુંબઈ સાયબર પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં જણાવાયું છે કે, અશ્લીલ વીડિયો મુંબઈના ઉપનગરોમાં આવેલી બે ફાઈવ-સ્ટાર હોટલમાં શૂટ કરવામાં આવ્યો હતો અને પછી નાણાકીય વળતર માટે વિવિધ OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. મુંબઈ સાયબર સેલે ચાર્જશીટમાં આ વાત કહી છે. મુંબઈ પોલીસે મુંબઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં 450 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
અશ્લીલ વીડિયો શૂટ: મુંબઈ પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, બિઝનેસમેન રાજ કુન્દ્રા, મૉડલ શર્લિન ચોપરા, પૂનમ પાંડે અને ફિલ્મ નિર્માતા મીતા ઝુનઝુનવાલા અને એક કૅમેરામેને બે ફાઈવ સ્ટાર હોટલમાં અશ્લીલ અશ્લીલ વીડિયો શૂટ કરવા માટે એકબીજા સાથે મળીને કામ કર્યું હતું. ઉપનગરો ચાર્જશીટમાં કહેવાયું છે કે, આ વિડીયોને વિવિધ OTT પ્લેટફોર્મ પર સાંઠગાંઠથી પ્રસારિત કરવામાં આવ્યા હતા.
શું છે આખો મામલોઃ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસ પાછળનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. રાજ કુન્દ્રા વિયાન નામની કંપનીના માલિક છે અને કેનરીન નામની કંપની સાથે જોડાણ ધરાવે છે. કેનરીન લંડન સ્થિત કંપની છે. આ કંપની રાજ કુન્દ્રાના ભાઈઓની માલિકીની છે. તેની પાસે હોટ શોટ્સ નામની એપ હતી. આ કંપનીની તમામ સામગ્રી રાજ કુન્દ્રાની માલિકીની કંપની વિયાનની મુંબઈ ઓફિસમાંથી બનાવવામાં આવી હતી, આ મામલાની ઝીણવટભરી તપાસ કરતા આ તમામ તાર મળી આવ્યા છે. આમાં કેટલાક વોટ્સએપ ગ્રુપ, ઈ-મેઈલ, એકાઉન્ટ શીટ મળી આવ્યા છે. મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે પોર્નોગ્રાફી બનાવવાના ગુનામાં રાજ કુન્દ્રા સહિત 11 આરોપીઓની ધરપકડ કરી હતી.