રાયગઢ : ચોમાસાના કારણે મહારાષ્ટ્રમાં આફત આવી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઘણા જિલ્લાઓ આની અસરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે અને હજી પણ પરિસ્થિતિ સુધરતી જણાતી નથી.
35 લોકો દબાયા
મુશળધાર વરસાદને પગલે રાજ્યના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન અને આફતોમાં ઓછામાં ઓછા 44 લોકોનાં મોત નીપજ્યાં છે અને 35 ઘાયલ લોકો સારવાર લઈ રહ્યા છે. બચાવ કાર્ય ચાલુ છે.
50 થી 60 નાગરીકો ફંસાયા
જિલ્લા કલેક્ટર નિધી ચૌધરીએ કહ્યું છે કે જિલ્લા પ્રસાશન તરફથી પ્રાથમિક સુચના આપવામાં આવી છે કે 50 થી 60 નાગરીક ફંસાયેલા છે તેમણે જણાવ્યું કે વરસાદ ઓછો થતા બચાવકાર્ય શરૂ કરવામાં આવશે. સતત પડી રહેલા વરસાદને કારણે બચાવકાર્યમાં તકલીફ પડી રહી છે.