- રાહુલ ગાંધીનો નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પત્ર
- ખેડૂતોની લોન પરના તમામ દંડકીય વ્યાજમાંથી મુક્તિની માંગ
- દેશના ખેડૂતો ગંભીર આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે : રાહુલ ગાંધી
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખીને ખેડૂતોની લોન પરના તમામ દંડકીય વ્યાજમાંથી મુક્તિની માંગ કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના લીધે, આખા દેશના ખેડૂતો ગંભીર આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ખેડૂતોની સમસ્યાઓમાં ઘણો વધારો થયો
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કેરળમાં તેમના મતદાર ક્ષેત્ર વાયનાડમાં નાના અને સીમાંત ખેડૂતો મોટી સંખ્યામાં રહે છે. તેમણે કહ્યું કે, કેરળનો મોટો હિસ્સો વર્ષ 2018 અને 2019 માં સતત બે વર્ષથી પૂરથી તબાહ થયો છે. ગાંધીએ કહ્યું કે, ખેડૂતો હજી પણ કોવિડ મહામારીનો સમાનો કરી રહ્યા છે. આનાથી ખેડૂતોની સમસ્યાઓમાં ઘણો વધારો થયો છે. હાલમાં, ખેડૂતો વ્યાજ સહાય યોજના હેઠળ રાહત દરે ટૂંકા ગાળાની પાક લોન લે છે.
આ પણ વાંચો : Tokyo Olympics, Day 8: તિરંદાજ દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, રશિયાની ખેલાડીની 6-5થી હરાવી ક્વોટરફાઈનલમાં કર્યો પ્રવેશ
ખેડૂતોની સમયસર લોન ચૂકવવાની ક્ષમતાને અસર
તેમણે કહ્યું કે, અનેક વખત લોકડાઉન, સપ્લાય ચેઇનની અડચણો અને બજારમાં સમિતિની પહોંચ જેવા અનેક પરિબળોને કારણે ખેડૂતોની આવક ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ગાંધીએ કહ્યું કે, વધતું દેવું તેમજ ભવિષ્યની આર્થિક અનિશ્ચિતતાએ ખેડૂતોની સમયસર લોન ચૂકવવાની ક્ષમતાને અસર કરી છે.
આ પણ વાંચો : વિશ્વનો સૌથી ઉંચો રસ્તો ઇન્ડો-તિબેટ માર્ગ, આ માર્ગની હાલત દયનીય
પાક લોનની ચુકવણી પર મુદત લંબાવા અને તમામ દંડકીય વ્યાજ માફ કરવા વિનંતી
તેમણે જણાવ્યું કે, ટૂંકા ગાળાની લોનની ચૂકવણી પર મુદત માંગવા માટે તેમના મત વિસ્તારના લોકો અને સંગઠનો તરફથી તેમને મેમોરેન્ડમ મળ્યો છે. ગાંધીએ કહ્યું કે ભારતભરના કરોડો ખેડૂતો આ હાલતમાં છે. આ પૃષ્ઠભૂમિમાં, હું તમને 31 ડિસેમ્બર, 2021 સુધીના ટૂંકા ગાળાના પાક લોનની ચુકવણી પર મુદત લંબાવા અને તમામ દંડકીય વ્યાજ માફ કરવા વિનંતી કરું છું.