- પોતાનો હાથ મજબૂત કરવા રાહુલ ગાંધી તમિલનાડુ પહોંચ્યા
- રાહુલ ગાંધી પાંચ જિલ્લાની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ જાણશે
- તૂતીકોરિન, વિરુદનગર, તિનકાસી સહિતના જિલ્લામાં જશે રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે શનિવારે તમિલનાડુના પ્રવાસ પર છે. તમિલનાડુમાં પોતાનો હાથ મજબૂત કરવા માટે રાહુલ ગાંધી સતત નવા પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે તમિલનાડુના પ્રવાસે છે. તેઓ 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી અહીં રોકાશે. આ દરમિયાન તેઓ પાંચ જિલ્લાની મુલાકાત લેશે, જેમાં તમિલનાડુના સમુદ્રી દ્વાર ગણાતું ખૂબ જ પ્રાચીન તૂતીકોરિન અથવા ટુટુકુડી, વિરુદનગર, તિરુનલવેલી, તિનકાસી અને કન્યાકુમારી સામેલ છે. સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર, રાહુલ ગાંધી રેલી, રોડ શૉ અને અલગ અલગ સમૂહ સાથે મુલાકાત કરશે.
રાહુલ ગાંધી ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની સમસ્યા સાંભળશે
તમિલનાડુના પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધી મહિલાઓ, ખાસ કરીને સેલ્ફ હેલ્પ ગ્રુપ, માછીમારો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને પંચાયત સંગઠન સાથે સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાઓમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોની મોટી સંખ્યા છે. જાણવા મળે છે કે, રાહુલ ગાંધી આ લોકો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ અંગે જાણકારી મેળવશે.