શ્રીનગરઃ કૉંગ્રસ નેતા રાહુલ ગાંધી ત્રણ દિવસીય પ્રવાસ અંતર્ગત શુક્રવારે શ્રીનગર પહોંચ્યા હતા. તેમના માતા અને કૉંગ્રેસી સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધી આજે શનિવારે શ્રીનગર પહોંચશે. કૉંગ્રેસના સીનિયર નેતા જણાવે છે કે, લદાખના એક સપ્તાહના પ્રવાસ બાદ રાહુલ ગાંધી શુક્રવારે શ્રીનગર પહોંચી ગયા છે. જ્યારે સોનિયા ગાંધી શનિવારે શ્રીનગર પહોંચશે.
પ્રિયંકા પણ આવી શકે છે શ્રીનગર કૉંગ્રસ નેતા વધુમાં જણાવે છે કે રાહુલના બહેન પ્રિયંકા ગાંધી પતિ રોબર્ટ વાડ્રા સહિત શ્રીનગર આવી શકે છે. અત્યારે રાહુલ એક હાઉસબોટમાં આરામ કરી રહ્યા છે. જ્યારે શનિવાર પરિવાર સાથે રૈનાવારી વિસ્તારની એક હોટલમાં રોકાય તેવી સંભાવના છે.
ગુલમર્ગની પણ લેશે મુલાકાતઃ આ હોટલમાં બે રાત્રીનું રોકાણ કર્યા બાદ રાહુલ ગુલમર્ગની મુલાકાત કરી શકે છે. આ સમગ્ર પ્રવાસ દરમિયા ગાંધી પરિવારનો કોઈ રાજકીય કાર્યક્રમ નથી. આ એક સંપૂર્ણ ફેમિલી ટૂર છે. જેમાં એક પણ પોલીટિકલ લીડર સાથે મીટીંગ કે સીટીંગનું આયોજન કરવામાં આવ્યું નથી. રાહુલ છેલ્લા એક અઠવાડિયાથી લદાખના અંગત પ્રવાસે હતા, શુક્રવારે તેઓ વાયા કારગીલ થઈને શ્રીનગર આવી પહોંચ્યા છે.
લદાખમાં 1 સપ્તાહ કર્યુ રોકાણઃ રાહુલ ગાંધી 17 ઓગસ્ટે લદાખ પહોંચ્યા હતા. 2019માં જમ્મુ-કાશ્મીર અન લદાખ બે કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર આ વિસ્તારના પ્રવાસે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને રદ કરવામાં આવી અને તેનો વિશેષ રાજ્યનો દરજ્જો રદ કરવામાં આવ્યો. રાહુલ ગાંધીએ લદાખમાં મોટરસાયકલ રાઈડિંગને એન્જોય કરી હતી. ઉપરાંત પૈંગોંગ લેક, નુબ્રા ઘાટી, ખારદુંગલા ટોપ, લામાયુરુ અને જાંસ્કર જેવા સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત કરી હતી. (પીટીઆઈ-ભાષા)