નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi Attack On Modi Govt) બુસ્ટર ડોઝ અંગે (Vaccine Booster Dose) સરકાર સામે પ્રશ્ન કરતા બુધવારે કહ્યું હતું કે, દેશની મોટા ભાગની વસ્તીને હજુ સુધી રસી આપવામાં આવી નથી, આથી સરકારે જણાવવું જોઈએ કે બૂસ્ટર ડોઝ (Third Dose Of Vaccine) આપવાનું ક્યારે શરૂ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકાર પર કર્યા પ્રહાર
રસીકરણ ડેટાનો ચાર્ટ (Chart of Vaccination data) શેર કરતા તેમણે ટ્વિટ કર્યું કે, "મોટાભાગની વસ્તીને હજુ સુધી રસી આપવામાં આવી નથી. સરકાર ક્યારે બુસ્ટર ડોઝ આપવાનું શરૂ કરશે?" કોંગ્રેસ નેતા દ્વારા શેર કરાયેલા ચાર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રસીકરણની વર્તમાન ગતિ સાથે 31 ડિસેમ્બર 2021 સુધીમાં દેશની માત્ર 42 ટકા વસ્તીને રસી આપવામાં આવશે અને આ વર્ષના અંત સુધીમાં 60 ટકા વસ્તીને રસી આપવાનો લક્ષ્યાંક છે. આ માટે આ વર્ષના અંતિમ સપ્તાહમાં દરરોજ 6.1 કરોડ ડોઝ આપવાના રહેશે. તે એ પણ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન દરરોજ સરેરાશ 58 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા.
વડાપ્રધાન મોદી કોરોનાની સ્થિતિની કરશે સમીક્ષા
રાહુલ ગાંધીના પ્રહારો સામે દેશમાં (Omicron variant in india) ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Meeting On Omicron) ગુરુવારે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 6,317 નવા કેસ નોંધાયા
ભારતમાં 24 કલાકમાં કોરોનાના 6,317 નવા (Covid 19 in India) કેસ નોંધાયા છે, તો, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' ના 213 કેસ નોંધાયા છે, જેમાંથી 90 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે.
ઓમિક્રોનના કેસ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે કહ્યું કે, ઓમિક્રોનના કેસ આ 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. દિલ્હીમાં 'ઓમિક્રોન' વેરિઅન્ટના (Omicron In India) સૌથી વધુ 57 કેસ છે, મહારાષ્ટ્રમાં 54, તેલંગાણામાં 24, કર્ણાટકમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15 અને ગુજરાતમાં 14 કેસ છે, તો કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 78,190 થઈ ગઈ છે. જ્યારે 318 વધુ સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,78,325 થયો છે.
આ પણ વાંચો: