- ઈમરજન્સી દરમિયાન જે કંઈ થયું તે ખોટું હતુ: રાહુલ ગાંઘી
- કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહીને પ્રોત્સાહન આપવાની બાબત પર મારી પાર્ટીના લોકોએ જ મારી ટીકા કરી
- કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ઝઘડા વચ્ચે રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન
નવી દિલ્હી: રાહુલ ગાંઘીએ કબૂલ્યું હતું કે, ઈમરજન્સી દરમિયાન જે કંઈ થયું તે ખોટું હતુ. કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર કૌશિક બાસુ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'તે ખોટું હતુ અને હવે જે થઈ રહ્યું છે તેની વચ્ચે મૂળ તફાવત છે. કોઈ પણ મુદ્દા વિના કોંગ્રેસ પાર્ટીએ ભારતના બંધારણને કબજે કરવાનો પ્રયાસ કર્યો ન હતો. અમારી ડિઝાઇન અમને તે બાબતની મંજૂરી આપતી નથી. ત્યા સુધી કે અમે જો તે કરવા માંગતા હોય તો પણ અમે કરી શકતા નથી'
RSS મૂળભૂત રીતે કંઈક અલગ કરી રહ્યું છે
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'RSS મૂળભૂત રીતે કંઈક અલગ કરી રહ્યું છે. તેઓ તેમના લોકોને સંસ્થાઓમાં ભરી રહ્યા છે. ત્યા સુધી કે જો અમે ચૂંટણીમાં ભાજપને હરાવીએ છીએ તો પણ અમે સંસ્થાકીય માળખામાં તેમના લોકોથી છૂટકારો મેળવી શકતા નથી'
પુડ્ડુચેરી એલજી લોકશાહી પ્રક્રિયાને ખુલ્લેઆમ પ્રભાવિત કરે છે, બિલને પસાર થવા દેતા નથી
તેમણે કહ્યું કે, મણિપુરના સાંસદોનું કહેવું છે કે, તેમના રાજ્યપાલ તેમનું કામ નથી કરતા, એમ વિચારીને કે તેઓ એક વૈચારિક પદ પર છે, બંધારણીય નહીં. પુડ્ડુચેરી એલજી લોકશાહી પ્રક્રિયાને ખુલ્લેઆમ પ્રભાવિત કરે છે, બિલને પસાર થવા દેતા નથી, કારણ કે તે RSS સાથે સંબંધિત છે.
કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહીને પ્રોત્સાહન આપવાની બાબત પર મારી પાર્ટીના લોકોએ જ મારી ટીકા કરી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, 'હું ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહીને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યો છું. જેના માટે મારી જ પાર્ટીના લોકો દ્વારા મારી ટીકા કરવામાં આવી હતી. મેં મારા પક્ષના લોકોને કહ્યું હતું કે, પાર્ટીમાં આંતરિક લોકશાહી લાવવી જરૂરી છે. આ તમને મારો પ્રશ્ર છે.' તેમણે કહ્યું કે, 'હું તે વ્યક્તિ છું કે જેણે યુવા સંગઠન અને વિદ્યાર્થી સંગઠનમાં ચૂંટણીને આગળ ધપાવી હતી. મારા પર મારી પાર્ટીના લોકો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો હતો'
આજ સુધી બીજેપી, બસપા અને સમાજવાદી પાર્ટીમાં કોઈને આંતરિક લોકશાહી વિશે કેમ નથી પુછવામાં આવતું
હું પહેલો વ્યક્તિ છું કે જેણે કહ્યું કે પાર્ટીમાં લોકશાહી ચૂંટણીઓ એકદમ મહત્વપૂર્ણ છે પરંતુ મારા માટે એ રસપ્રદ વાત છે કે, આ પ્રશ્ન કોઈ અન્ય રાજકીય પક્ષને નથી પૂછવામાં આવતો. બીજેપી, બસપા અને સમાજવાદી પાર્ટીમાં કોઈ આંતરિક લોકશાહી કેમ નથી તેવું કોઈએ પૂછ્યું ન હતું પરંતુ તેઓ કોંગ્રેસ વિશે પૂછે છે કારણ કે તેનું એક કારણ છે. અમે એક વૈચારિક પક્ષ છીએ અને અમારી વિચારધારા બંધારણની વિચારધારા છે, તેથી અમારા માટે લોકશાહી બનવું વધુ મહત્વનું છે.