તેલંગાણાઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની જાતિ અધારિત વસ્તી ગણતરી મુદ્દે કેમ મૌન રહ્યા તેવો સવાલ કર્યો હતો. જો કૉંગ્રેસની સરકાર બનશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. આ વાત રાહુલ ગાંધીએ તેલંગાણાના ભૂપાલપલ્લીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે અમારા પક્ષે છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકમાં જાતિ આધારિત વસ્તી ગણતરી અભિયાન શરૂ કરી દીધું છે. તેલંગાણામાં સત્તા પર આવીશું તો અમે આ રાજ્યમાં પણ જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. જાતિ આધારિત વસ્તી ગણતરી પરથી જાણવા મળશે કે મુખ્ય પ્રધાન કેસીઆર પરિવારે તેલંગાણામાં કેટલી લૂંટ ચલાવી છે.
ભાજપ પર વાકપ્રહારઃ રાહુલ ગાંધીએ બીઆરએસ અને એઆઈએમઆઈએમ બીજેપીને સપોર્ટ કરી રહી છે. તેઓ સાથે મળીને કૉંગ્રેસ પર હુમલો કરી રહ્યા છે. જ્યારે વડા પ્રધાન મોદી અને કેસીઆર ભાષણ આપે ત્યારે તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે પુછવું જોઈએ. ભાજપ વિપક્ષોને ચૂપ કરાવવા માટે તેમની વિરુદ્ધ કેસ દાખલ કરી રહી છે. જો કે કેસીઆર પર કોઈ કાર્યવાહી થઈ રહી નથી. કેસીઆર પર ઈડી કે સીબીઆઈ કેમ કાર્યવાહી કરતી નથી?
તેલંગાણામાં કેસીઆર પરિવારનું રાજઃ બીઆરએસ વંશવાદનું રાજકારણ રમી રહી છે. રાહુલે આગળ કહ્યું કે 2014માં રાજ્યનો દરજ્જો પામનાર તેલંગાણાના લોકોએ એક એવા રાજ્યનું સપનું જોયું હતું જ્યાં સામાન્ય માણસ રાજ કરે. જો કે છેલ્લા 10 વર્ષોથી આપના મુખ્ય પ્રધાન કેસીઆર જનતાથી દૂર છે. હવે માત્ર તેમનો પરિવાર જ તેલંગાણા પર રાજ્ય કરે છે. આ પરિવારે તેલંગાણાના સપના ચકનાચૂર કરી નાખ્યા છે. રાહુલે જાતિ આધારિત વસ્તી ગણતરીને દેશનો મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. આ પછાત વર્ગો, એસસી, એસટી અને માઈનોરિટીના આંકડા દર્શાવતો એક્સરે છે. તેનાથી સમાન બજેટ ફાળવણી શક્ય બનશે.
તેલંગાણા સાથે ગાઢ સંબંધઃ રાહુલે કહ્યું કે કૉંગ્રેસની સરકારે તેલંગાણાને રાજ્યના દરજ્જાનું વચન પાળ્યું હતું. કૉંગ્રેસ અને તેલંગાણાના નાગરિકો વચ્ચે પ્રેમ અને સ્નેહનો સંબંધ છ. જ્યારે કેસીઆર અને મોદી રાજકીય સંબંધ જાળવવા તેલંગાણા આવે છે. કૉંગ્રેસ નેતા જણાવે છે કે સૌથી વધુ ભ્રષ્ટાચાર તેલંગાણામાં થઈ રહ્યો છે. આ ભ્રષ્ટાચારની ખરાબ અસર યુવાનો અને મહિલાઓ પર પડે છે. કૉંગ્રેસના રોડ શો દરમિયાન હાજર નાગરિકોનું રાહુલ ગાંધીએ અભિવાદન કર્યુ હતું. અહીં ઉપસ્થિત નાગરિકો પરથી જણાય છે કે આ વખતે કેસીઆર હારશે. તેલંગાણા ચૂંટણી પહેલા જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દો કૉંગ્રેસ અને બીઆરએસ વચ્ચે ગરમાયો છે.