ETV Bharat / bharat

8 પૂર્વ નૌ સૈનિકોને કતારે કરેલ મૃત્યુની સજાના વિરોધમાં ભારતે કરેલ અપીલ કતાર કોર્ટે સ્વીકારી છે - ખાનગી કંપનીમાં નોકરી

કતારની કોર્ટમાં આઠ પૂર્વ નૌ સૈનિકોને ફરમાવેયેલ મૃત્યુની સજાના વિરુદ્ધમાં ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલય(MEA) દ્વારા એક અપીલ દાખલ કરવામાં આવી હતી. કતારની કોર્ટે આ અપીલ પર અભ્યાસ કરી રહી છે. External Affairs Ministry, Spokesperson Arindam Bagchi, death penalty eight ex Indian navy officer

8 પૂર્વ નૌ સૈનિકોને કતારે કરેલ મૃત્યુની સજાના વિરોધમાં ભારતે કરેલ અપીલ કતાર કોર્ટે સ્વીકારી છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 24, 2023, 12:38 PM IST

નવી દિલ્હીઃ કતારની એક કોર્ટે ગયા મહિને આઠ પૂર્વ નેવી ઓફિસર્સને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જેના વિરોધમાં ભારતે દાખલ કરેલ અપીલને કતારે ગુરુવારે સ્વીકારી લીધી છે. કતાર આ અપીલનો અભ્યાસ કરી રહ્યું છે, જેના બાદ આ કેસમાં આગામી સુનાવણી ઝડપથી થવાની આશા છે.

ઓક્ટોબરમાં કતારની એક અદાલતે ભારતીય નેવીના 8 પૂર્વ સૈનિકોને એક વર્ષથી વધુ સમય જેલમાં રાખ્યા બાદ મોતની સજા ફટકારી હતી. વિદેશ મંત્રાલયે ગુરુવારે ચુકાદો ગોપનીય હોવાનું કહ્યું હતું. કતારની કોર્ટે ચુકાદો આપ્યા બાદ ભારતીય કાયદા ટીમે દરેક પાસા પર ઊંડો વિચાર વિમર્શ કરીને અપીલ દાખલ કરી હતી. વિદેશ મંત્રાલય કતારના અધિકારીઓના સંપર્કમાં છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારત આ મામલે કતારના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. સરકાર પૂર્વ નેવી સૈનિકોને દરેક કાયદા અને એમ્બસી સંબંધી મદદ પૂરી પાડી રહી છે. ઓગસ્ટ 2022માં કતારે આઠ પૂર્વ નેવી અધિકારીઓની ઈઝરાયલ માટે જાસૂસી કરતા હોવાની શંકાના આધારે ધરપકડ કરી હતી. જ્યારે તેઓ મધ્ય પૂર્વીય દેશમાં એક કંપનીમાં નોકરી કરતા હતા.

30 ઓગસ્ટ 2022ના રોજ કતાર સીક્રેટ એજન્સી દ્વારા ભારતીય નેવીના પૂર્વ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્રકુમાર શર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાંડર અમિત નાગપાલ, કમાંડર પૂર્ણેંદુ તિવારી, કમાંડર સુગુનાકર પકાલા, કમાંડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ડિયન નેવી તરફથી કરવામાં આવતી જામીન અરજીઓને કતારના અધિકારીઓ અનેકવાર રદ કરી ચૂક્યા હતા. ત્યારબાદ ઓક્ટોબરમાં કતારની કોર્ટે આ આઠ પૂર્વ નેવી અધિકારીઓને મોતની સજા ફટકારી હતી.

  1. કતારમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા સામે અપીલ દાખલ- વિદેશ મંત્રાલય
  2. Eight Indians Detained in Qatar: કતારમાં મૃત્યુદંડની સજા પામેલા નેવીના 8 એક્સ ઓફિસર્સના પરિવારને જયશંકર રુબરુ મળ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.