નવી દિલ્હી: પંજાબના PWD અને ઉર્જા પ્રધાન હરભજન સિંહે આજે ગુરુવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીને મળ્યા(Harbhajan singh meets Union Minister Nitin Gadkari) હતા. નીતિન ગડકરી સાથે અડધા કલાકની લાંબી બેઠક બાદ પંજાબના કેબિનેટ પ્રધાને કહ્યું કે, તેઓ કેન્દ્રીય પ્રધાનને મળ્યા હતા અને કેન્દ્રીય રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ રાજ્ય માટે વધુ ભંડોળની માંગણી કરી(Demanded more funds from the Center for state) હતી. આ પહેલા પંજાબમાં વિજળી સંકટને ધ્યાનમાં રાખીને તેઓ કેન્દ્રીય કોલસા અને ખનિજ પ્રધાન પ્રહલાદ જોશી અને કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રધાન આર.કે. સિંહને પણ મળ્યા હતા.
હરભજન સિંહે ગડકરી સાથે કરી મુલાકાત - હરભજને કહ્યું કે, પંજાબમાં લગભગ 560 કિલોમીટર લાંબા રોડ નિર્માણની જાહેરાત પહેલા જ થઈ ચૂકી છે. હવે પ્રધાન ગડકરી પાસેથી અંતિમ મંજૂરી લેવા અહીં આવ્યા હતો. આ બેઠકમાં પ્રધાન ગડકરીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પ્રોજેક્ટને મંજૂર કરવા માટે એક સમિતિની રચના કરશે. "અમે મંત્રી ગડકરી સમક્ષ જે ચોક્કસ માંગણીઓ મૂકી છે તે સીઆરઆઈએફ ફંડમાંથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે ભંડોળની ફાળવણી છે," તેવુ જણાવ્યું હતું. હાલમાં પંજાબને 150 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. હરભજને રાજ્યની સુધારણા માટે ગડકરી પાસેથી 300 કરોડ રૂપિયાની વધારાની ફાળવણીની માંગ કરી હતી તેઓએ તેને હકારાત્મક રીતે લીધો છે.
પંજાબ માટે કરી ફંડની માંગની - પ્રધાન હરભજન સિંહે કહ્યું કે, બેઠક દરમિયાન જમ્મુ-કટરા હાઈવેના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે લગભગ 300 કિમીનો હાઇવે પંજાબમાંથી પસાર થશે, જેના માટે અહીં જમીન સંપાદન જરૂરી છે, પરંતુ કેટલાક ખેડૂત જૂથો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે. આમાં નોંધનીય બાબત એ છે કે હાઇવે ગામડાઓમાંથી પસાર થતો હોય અને જમીન સંપાદન એ રીતે કરવામાં આવ્યું છે કે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આના પર રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે આશ્વાસન આપ્યું કે, 'એવા સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે, જ્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે સુનિશ્ચિત કરીશું કે કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.
ટૂંક સમયમાં મળશે મંજૂરી - પ્રધાન હરભજન સિંહે બુધવારે કેન્દ્રીય ઉર્જા પ્રઘાન આર.કે. સિંહ સાથે પણ રાજ્યમાં વીજળી અને કોલસાની સપ્લાયના મુદ્દે બેઠક કરી હતી. તેમણે કેન્દ્રીય ઉર્જા પ્રધાનને કહ્યું કે દેશમાં કોલસાના સંકટને કારણે પંજાબના પાવર પ્લાન્ટ્સ આગામી સમયમાં કોલસાની તીવ્ર અછતનો સામનો કરશે. તેમણે પ્રધાનને કેન્દ્રીય ક્ષેત્રના જનરેટીંગ સ્ટેશનોમાંથી પંજાબ રાજ્યને તાત્કાલિક 1500 મેગાવોટ વીજળી ફાળવવા વિનંતી કરી. આ સાથે કૃષિ ક્ષેત્ર અને અન્ય ગ્રાહકોને આઠ કલાક અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ થશે. પ્રધાન આર.કે. સિંહે આશ્વાસન આપ્યું કે તેઓ આ બાબતે તપાસ કરશે અને પંજાબને જરૂરી જથ્થામાં વીજળી પ્રદાન કરશે.