ETV Bharat / bharat

UP Election Results 2022 : બહાદુર શાહ ઝફરના યુગનો અંત આવ્યો, કેન્દ્રીય પ્રધાન ગિરિરાજે ટ્રેન્ડ પર વાત કરી - બહાદુર શાહ ઝફરના યુગનો અંત આવ્યો

ઉત્તર પ્રદેશ (UP Election Results 2022) સિવાય ભાજપ ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ પોતાની સત્તા જાળવી રાખી શકે છે. ગોવામાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરતી જોવા મળી રહી છે.

UP Election Results 2022 : બહાદુર શાહ ઝફરના યુગનો અંત આવ્યો, કેન્દ્રીય પ્રધાન ગિરિરાજે ટ્રેન્ડ પર વાત કરી

author img

By

Published : Mar 10, 2022, 1:20 PM IST

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની (UP Election Results 2022) મતગણતરી વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે, આ ચૂંટણીઓમાં બહાદુર શાહ ઝફરનો યુગ પણ ખતમ થઈ ગયો છે અને લોકશાહીની જીત થઈ છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. રાજ્ય વિધાનસભાની તમામ 403 બેઠકોના પ્રારંભિક વલણો આવી ગયા છે. જે મુજબ ભારતીય જનતા પાર્ટી (BJP) 272 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી 121 સીટો પર આગળ ચાલી રહી છે. બહુજન સમાજ પાર્ટી ચાર બેઠકો પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ એક બેઠક પર જ્યારે અન્ય પક્ષો પાંચ બેઠકો પર આગળ છે.

આ પણ વાંચો: GOA ELECTION 2022 UPDATE : મનોહર પર્રિકરના પૂત્ર ઉત્પલ પર્રિકરની હાર, ભાજપ 18 પર આગળ

સપા અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા સિંહે ટ્વિટ કર્યું

સપા અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર કટાક્ષ કરતા સિંહે ટ્વિટ કર્યું, "બહાદુર શાહ ઝફરનો યુગ પણ સમાપ્ત થઈ ગયો છે. લોકશાહી જીતી.. વિકાસ જીત્યો.. મોદીજી જીત્યા." અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, 'મોદીના વિકાસની જીત થઈ છે, લોકોએ જાતિ અને અફવાઓના બજારને રાજકારણમાંથી બહાર કાઢ્યું છે'. અત્યાર સુધી જે ટ્રેન્ડ આવ્યા છે તે દર્શાવે છે કે ઉત્તર પ્રદેશ સિવાય ભાજપ ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ પોતાની સત્તા જાળવી રાખી શકે છે. ગોવામાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: UP Election 2022 : ગોરખપુર સદર બેઠકના યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.