ETV Bharat / bharat

CM ભગવંત માન PM મોદીને મળ્યા, કરી 1 લાખ કરોડના પેકેજની માંગણી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન નવી (CM Bhagwant Mann to meet PM Modi) દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. 16 માર્ચે પંજાબના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ માનની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત (Bhagwant Mann first time meeting with PM Modi) છે. તેમણે વડાપ્રધાન પાસેથી એક લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની માંગ કરી છે.

CM ભગવંત માન PM મોદીને મળ્યા, કરી 1 લાખ કરોડના પેકેજની માંગણી

author img

By

Published : Mar 24, 2022, 10:31 PM IST

નવી દિલ્હી: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુરુવારે (CM Bhagwant Mann to meet PM Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને રાજ્યની નબળી નાણાકીય સ્થિતિને ટાંકીને આગામી બે વર્ષ માટે રૂ. 1 લાખ કરોડના વિશેષ પેકેજની માંગણી કરી હતી. સંસદ ભવન સંકુલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા (Bhagwant Mann first time meeting with PM Modi) બાદ મીડિયા સાથે વાત કરતા ભગવંત માને કહ્યું કે, પંજાબની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્ય પર 3 લાખ કરોડથી વધુનું દેવું છે. આમ આદમી પાર્ટીને સત્તામાં આવ્યાને એક સપ્તાહ જ થયું છે. અમે માફિયાઓ અને તિજોરીની લૂંટને રોકવા અને વળતર આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ પંજાબને મદદની જરૂર છે.

  • ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦਾ ਅਹੁਦਾ ਸੰਭਾਲਣ ਤੋਂ ਬਾਅਦ ਮੈਂ ਰਸਮੀ ਮੁਲਾਕਾਤ ਅਤੇ ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਦਿਆਂ 'ਤੇ ਚਰਚਾ ਕਰਨ ਲਈ ਮਾਣਯੋਗ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਅਤੇ ਗ੍ਰਹਿ ਮੰਤਰੀ ਤੋਂ ਸਮਾਂ ਮੰਗਿਆ ਹੈ।

    — Bhagwant Mann (@BhagwantMann) March 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: યુપીમાં યોગીના કુંડળ ફેશનમાં: યુવાનોમાં દેખાયો અનોખો ક્રેઝ

પંજાબને ફરીથી 'રંગલા પંજાબ' બનાવવામાં મદદ: માને કહ્યું કે, તેમણે વડાપ્રધાન પાસેથી એક લાખ કરોડ રૂપિયાના વિશેષ પેકેજની માંગ કરી છે. આ અંગે વિગતવાર માહિતી આપતાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે આગામી બે વર્ષ માટે કેન્દ્ર પાસેથી દર વર્ષે રૂ. 50,000 કરોડના પેકેજની માંગણી કરી છે. આ બે વર્ષમાં પંજાબ પોતાની તિજોરી અને નાણાકીય સ્થિતિનું ધ્યાન રાખશે અને પંજાબ ફરીથી પોતાના પગ પર ઊભું થશે. તેમણે આશા વ્યક્ત કરી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાપ્રધાન સાથે વાત કરશે અને પંજાબને ફરીથી 'રંગલા પંજાબ' બનાવવામાં મદદ કરશે.

પંજાબનો વિકાસ કરવાનો છે: પંજાબની ખરાબ સ્થિતિ માટે અગાઉની સરકારો પર નિશાન સાધતા માનએ કહ્યું કે, તેમના કારણે જ પંજાબની હાલત આજે એટલી ખરાબ થઈ ગઈ છે, જે એક સમયે દેશનું રત્ન માનવામાં આવતું હતું. વડાપ્રધાને તેમને ચૂંટણી જીતવા અને મુખ્યપ્રધાન બનવા બદલ અભિનંદન આપ્યા અને ખાતરી પણ આપી કે દેશે સાથે મળીને આગળ વધવું છે, પંજાબનો વિકાસ કરવાનો છે. માને દાવો કર્યો હતો કે, પંજાબને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવામાં આવશે.

આ પણ વાંચો: padmashree baba shivanand: તો આ છે 126 વર્ષના પદ્મશ્રી બાબા શિવાનંદના સુખી જીવનનું રહસ્ય..

નરેન્દ્ર મોદી પાસેથી ભારત સરકારનો સહયોગ: માનને રાષ્ટ્રીય સુરક્ષા અને પંજાબની સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ભારત સરકારનો સહયોગ પણ માંગ્યો હતો. જેના જવાબમાં વડાપ્રધાને દેશની સુરક્ષાને લઈને લાવવામાં આવેલા દરેક પ્રસ્તાવને સમર્થન આપવાની ખાતરી આપી હતી. BSFના અધિકારક્ષેત્રમાં વધારો કરવા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન સાથેની તેમની બેઠક દરમિયાન આ અંગે ચર્ચા કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.