બેંગલુરુ: કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, કન્નડ ફિલ્મ અભિનેતા પુનીત રાજકુમારને (Kannada Film Actor Puneeth Rajkumar) 1 નવેમ્બરના રોજ રાજ્યના સ્થાપના દિવસ 'કર્ણાટક રાજ્યોત્સવ'ના અવસર પર 'કર્ણાટક રત્ન' એવોર્ડથી (Karnataka Ratna Award) મરણોત્તર સન્માનિત કરવામાં આવશે. ગયા વર્ષે અભિનેતાનું નિધન થયું હતું. રાજ્યના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થનાર તે 10મા વ્યક્તિ હશે.
આ પણ વાંચો: ઉત્તરાખંડમા અનિલ ભટ્ટ સોલાર પ્લાન્ટ લગાવીને યુવાનોને આપી રહ્યા છે રોજગાર
અભિનેતા પુનીત રાજકુમારને મરણોત્તર કર્ણાટક રત્ન એવોર્ડ એનાયત : બોમાઈએ કહ્યું કે, "અમે 1 નવેમ્બરના રોજ પુનીત રાજકુમારને કર્ણાટક રત્ન પુરસ્કાર આપવાનું નક્કી કર્યું છે, અમે તેની તૈયારી માટે એક સમિતિ બનાવીશું જેમાં રાજકુમારના પરિવારના સભ્યો પણ હશે, તે સંપૂર્ણ સન્માન સાથે હાથ ધરવામાં આવશે." મુખ્યપ્રધાને અહીં લાલબાગ ગ્લાસ-હાઉસ ખાતે વાર્ષિક સ્વતંત્રતા દિવસ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષના ફ્લાવર શોમાં કન્નડ અભિનેતા ડૉ. રાજકુમાર અને તેમના પુત્ર અને અભિનેતા પુનીત રાજકુમારને વિશેષ પુષ્પાંજલિ આપવામાં આવી હતી. કન્નડ સિનેમાના ચમકતા સ્ટાર ગણાતા પુનીત કન્નડ અભિનેતા ડૉ. રાજકુમારના પાંચ બાળકોમાં સૌથી નાના હતા. 29 ઓક્ટોબરે 46 વર્ષની વયે હૃદયની નિષ્ફળતાથી તેમનું અવસાન થયું હતું.
કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ : મુખ્યપ્રધાને ગયા વર્ષે નવેમ્બરમાં પુનીત રાજકુમારને શ્રદ્ધાંજલિ આપવા માટે કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) દ્વારા ફિલ્મ એક્ટર્સ એન્ડ ટેકનિશિયન એસોસિએશનના સહયોગથી આયોજિત કાર્યક્રમ 'પુનિતા નમા'માં દિવંગત અભિનેતાને એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. કર્ણાટક રત્ન છેલ્લે 2009માં સમાજ સેવા માટે ડૉ. વીરેન્દ્ર હેગડેને એનાયત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બાળકીએ બનાવ્યો રેકોર્ડ, 17 કિમીનું અંતર ટ્રેકિંગ કરી કાપ્યું
તેઓને કર્ણાટક રત્ન એવોર્ડ મળ્યો છે : રસપ્રદ વાત એ છે કે, પુનીતના દિવંગત પિતા રાજકુમાર કવિ કુવેમ્પુ સાથે 1992માં કર્ણાટક રત્ન એવોર્ડ મેળવનાર સૌપ્રથમ છે. પુરસ્કારથી સન્માનિત અન્ય હસ્તીઓમાં એસ. નિજલિંગપ્પા (રાજનીતિ), સીએનઆર રાવ (વિજ્ઞાન), ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી (મેડિસિન), ભીમસેન જોશી (સંગીત), શિવકુમાર સ્વામીજી (સામાજિક સેવા) અને ડૉ. જે. જાવરેગૌડાનો (શિક્ષણ અને સાહિત્ય) સમાવેશ થાય છે.