ETV Bharat / bharat

Pune Crime: પુણેમાં ACP સહિત ત્રણના શંકાસ્પદ મોત, હત્યા કે આત્મહત્યા ! પોલીસે તપાસ શરુ કરી - 3 BODIES IN PUNE MAHARASHTRA

ACP ભરત ગાયકવાડ તેમની પત્ની અને ભત્રીજાનું મહારાષ્ટ્રના પુણેમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. બંદૂકની ગોળીથી મોત થયું છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 24, 2023, 4:12 PM IST

પુણેઃ મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુણેમાં અમરાવતી પોલીસ દળના સહાયક પોલીસ કમિશનર ભરત ગાયકવાડ અને તેમની પત્ની અને ભત્રીજાના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા છે. સામે આવેલી માહિતી પ્રમાણે આ ઘટના આજે સવારે 4 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોના નામ મોની ગાયકવાડ (ઉંમર 44), ભત્રીજો દીપક ગાયકવાડ (ઉંમર 35) છે. આ ઘટનામાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત: આ ઘટના સોમવારે સવારે 3.30 વાગ્યે બાનેર વિસ્તારમાં 57 વર્ષીય એસીપી ભરત ગાયકવાડના ઘરે બની હતી. એસીપીએ કથિત રીતે સોમવારે સવારે 3.30 વાગ્યે તેની પત્નીને માથામાં પ્રથમ ગોળી મારી હતી. આ પછી ગોળીનો અવાજ સાંભળીને તેનો પુત્ર અને ભત્રીજો દોડી આવ્યા અને દરવાજો ખોલ્યો. તેણે દરવાજો ખોલતાની સાથે જ એસીપીએ તેના ભત્રીજા પર ગોળીબાર કર્યો હતો, જે છાતીમાં વાગ્યો હતો. ત્યારબાદ ગાયકવાડે પોતાને માથામાં ગોળી મારી દીધી હતી. આ દરમિયાન ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પોલીસે શરૂ કરી તપાસ: બીજી તરફ આ ઘટનાની માહિતી મળતાં જ ચતુઃશ્રૃંગી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભરત ગાયકવાડ અમરાવતી પોલીસ ફોર્સમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કામ કરતા હતા. તેમનો પરિવાર પુણેમાં રહેતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ ગાયકવાડે આ પગલું કેમ ભર્યું તે પણ પોલીસ શોધી રહી છે. તમને જણાવી દઈએ કે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે પોલીસ અધિકારીઓએ તણાવમાં ખતરનાક પગલું ભર્યું છે. પારિવારિક વિખવાદમાં પણ આવી ઘટનાઓ જોવા મળી છે. જોકે ગાયકવાડે હત્યા બાદ આત્મહત્યા કરી છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ, પૂણે પોલીસ ટૂંક સમયમાં આ મામલે ખુલાસો કરશે.

  1. Valsad Crime: વાપીમાં ભાજપના નેતા શૈલેષ પટેલની હત્યા કરનાર 2 શાર્પ શૂટરોની ઝારખંડથી ધરપકડ
  2. Pulwama terrorist attack: પુલવામામાં આતંકવાદીઓએ પોલીસ અધિકારી, તેમના પત્ની અને પૂત્રીની હત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.