મુંબઈ- બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ (Aryan Khan Cruz drug case ) પાર્ટી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આર્યન ખાન વિરુદ્ધ બોમ્બે સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ રહેલા અદ્વૈત સેઠનાએ રાજીનામું (Ed Advait Sethna resigns against Aryan Khan ) આપી દીધું છે.
આ પણ વાંચોઃ આર્મી સારી રીતે વર્તી રહી છે, ઈજાગ્રસ્ત આતંકવાદીની આપવીતિ
NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં NCBએ આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી. અદ્વૈત સેઠનાનું રાજીનામું NCBના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજીનામા અંગે અંતિમ નિર્ણય NCBના મહાનિર્દેશક લેશે.
આ પણ વાંચોઃ કર્નાટકમાં એક ટેમ્પા અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં 9 લોકોનાં મોત
અદ્વૈત સેઠનાએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું કે, તેઓ તેમની ખરાબ તબિયતને કારણે NCBની વકીલાતમાંથી રાજીનામું આપી રહ્યા છે. NCB આગળની કાર્યવાહી નક્કી કરશે, પરંતુ તેમનું રાજીનામું મંજૂર ન થાય ત્યાં સુધી તેમણે આ કેસમાં કામ કરવું પડશે.