ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળ ચૂંટણી: વડાપ્રધાન મોદી સોમવારે 3 રેલીઓમાં ભાગ લેશે - ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી કાર્યક્રમમાં શામેલ

પશ્ચિમ બંગાળમાં 5માં તબક્કાની ચુંટણી માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ સંદર્ભમાં, વડાપ્રધાન મોદી આજે સોમવારે પશ્ચિમ બંગાળમાં 3 રેલીઓ કરવા જઇ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગૃહપ્રધાન અમિત શાહ પણ ઘણા સ્થળોએ ચૂંટણી કાર્યક્રમમાં શામેલ થશે.

પશ્ચિમ બંગાળ ચૂંટણી: વડાપ્રધાન મોદી સોમવારે 3 રેલીઓમાં ભાગ લેશે

author img

By

Published : Apr 12, 2021, 9:58 AM IST

  • પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 5માં તબક્કાનું ચૂંટણી પ્રચાર શરૂ
  • વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ચૂંટણી કાર્યક્રમમાં થશે શામેલ
  • 4થા તબક્કામાં બાબુલ સુપ્રિયો અને TMCના બે પ્રધાનોનું ભાવિ EVMમાં કેદ

કોલકાતા: રાજકીય પક્ષોએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના 5માં તબક્કા માટે ફરીથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. આ પહેલા 4થા તબક્કામાં ઘણી હિંસક ઘટનાઓ બની હતી. ભારતીય જનતા પાર્ટી મતદારોને રીઝવવાની કોઈ તક છોડતી નથી.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં સોમવારે અમિત શાહના ચૂંટણી કાર્યક્રમો, પાંચમાં તબક્કાની તૈયારી

5માં તબક્કાનો ચૂંટણી પ્રચાર ધમધમ્યો

બંગાળની 5માં તબક્કાની ચુંટણી માટે ભાજપ પોતાની એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. આ સંદર્ભમાં, વડાપ્રધાન મોદી આજે સોમવારે પશ્ચિમ બંગાળમાં 3 રેલીઓ કરવા જઇ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગૃહપ્રધાન અમિત શાહ પણ ઘણા સ્થળોએ ચૂંટણી કાર્યક્રમમાં શામેલ થશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના 5માં તબક્કામાં 17 એપ્રિલના રોજ 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ઉત્તર 24 પરગણાની 16 બેઠકો, દાર્જિલિંગની 5 બેઠકો, નાદિયાની 8 બેઠકો, પૂર્વ બર્ધમાનની 8 બેઠકો, જલ્પાઇગુરીની તમામ 7 બેઠકો અને કાલિમપોંગની 1 બેઠક પર મતદાન થશે.

વડાપ્રધાનનો મમતા બેનર્જી પર આરોપ

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીની પશ્ચિમ બંગાળમાં 3 રેલીઓ થશે. આ રેલીઓ બર્ધમાન, કલ્યાણી અને બરાસતમાં થશે. ભારતીય જનતા પાર્ટીએ આ માટે ઘણી તૈયારીઓ કરી લીધી છે. વડાપ્રધાન મોદી સતત મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર નિશાન સાધતા હોય છે. રેલીઓને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, 2મેએ દિદી ગયા.

આ પણ વાંચો: દીદીએ મોદીને પૂછ્યું "તમે ભગવાન છો કે સુપરમેન?"

શાહ રોડ શો અને ચૂંટણી સભાને સંબોધશે

આ સાથે જ અમિત શાહ આજે સોમવારે રાજ્યમાં અનેક ચૂંટણી જાહેર સભાઓને પણ સંબોધન કરશે. આ સાથે, શાહ રોડ શો અને ચૂંટણી જાહેર સભાને સંબોધન કરશે. આપને જણાવી દઈએ કે, 4થા તબક્કામાં બાબુલ સુપ્રિયો અને TMCના બે પ્રધાનોનું ભાવિ EVMમાં કેદ થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.