- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાની ગાડીઓનો અકસ્માત
- આ અકસ્માતમાં કોઇ જાનહાની નહીં
- અકસ્માત બાદ ગાડીઓનો કાફલો રામપુર જવા રવાના
રામપુર (ઉત્તર પ્રદેશ): કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ગુરુવારે ઉત્તર પ્રદેશના રામપુરના પ્રવાસે છે. જોકે, એક ઘટનામાં પ્રિયંકા ગાંધીના કાફલાની ગાડીઓ અથડાઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર પ્રિયંકા મૃતક ખેડૂત નવનીતના પરિજનોની મુલાકાત માટે જઇ રહ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ જણાવ્યું કે...
પ્રિયંકાના પ્રવાસ મામેલ યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે, એક ખેડૂત નવનીત જે કેનેડાથી આવ્યા હતા અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઇ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા ગોળી મારવામાં આવી હતી અને ટ્રેક્ટર પરેડમાં તેમણે જીવ ગુમાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રયિંકા ગાંધી આજે ગુરુવારે રામુપરમાં નવનીતના પરીજનોની તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે.
પ્રિયંકા સાથે અન્ય લોકો પણ સામેલ થશે
રામપુરમાં ગુરુદ્વારા કલગીધર ખાલસા દરબારમાં ડિબડિબા ફાર્મ બિલાસપુર પાસે લગભગ 10 કલાકની આસપાસ કિસાન આંદોલનના મૃતક નવરીત સિંહના શહાદત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, ઉત્તરાખંડ કોંગ્રેસના પૂર્વ મંત્રી તિલક રાજ બેહડ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, સિખ સંગઠનના પ્રદેશ અધ્યક્ષ જસવીર સિંહ વિર્ક, સપા નેતા પ્રતિપક્ષ રામ ગોવિન્દ ચૌધરી, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન હરીશ રાવત, ભારતીય કિસાન યૂનિયન રાકેશ ટિકેત, ગુટના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચૌધરી વિજયપાલ સિંહ આ બધા લોકો મૃતક ખેડૂતના શહાદત કાર્યક્રમમાં સામેલ થશે.