- પ્રિયંકા ગાંધી UPના પ્રવાસે
- માતાજી શકુંભારીના મંદિર અને ખાનકાહ ખાતેની સમાધિના દર્શન કરશે
- પ્રિયંકા ગાંધી શહીદ નિશાન્તના પરિવારને મળશે
સહારનપુર (UP): કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે 10 ફેબ્રુઆરીને બુધવારના રોજ સહારનપુર જિલ્લામાં પહોંચશે. ત્યારબાદ તેઓ ખેડૂત પંચાયતને સંબોધિત કરશે. તેઓ સહારનપુરના શિવાલિક પર્વતોની તળેટીમાં આવેલ સિદ્ધપીઠ માતાજી શાકુંભરીના મંદિરે જઈને દર્શન કરશે. તેઓ રાયપુર ખાનકાહ સ્થિત સમાધિ પર જશે. બપોરે 1 વાગ્યે તેઓ ચિલકાનાની ઇન્ટર કોલેજમાં ખેડૂતો મહાપંચાયતને સંબોધન કરશે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ઇમરાન મસૂદના કાકા મરહૂમ રશીદના ઘરે જશે. ત્યારબાદ શહીદ નિશાન્તના પરિવારને મળશે. આ માહિતી કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગણેશ દત્ત શર્માએ આપી હતી.
ધારા 144ની વચ્ચે કરાચું આચોજન
નોંધપાત્ર વાત એ છે કે, જિલ્લામાં કલમ-144 લાગુ છે જેને વહીવટીતંત્રે 5 એપ્રિલ સુધી લંબાવી છે. કલમ-144 વચ્ચે મહાપંચાયતનું આયોજન કેવી રીતે થાય છે અને વહીવટી તંત્ર આ અંગે શું પગલાં ભરે છે ? તે મોટો સવાલ છે.