નવી દિલ્હીઃ અયોધ્યા જમીન વિવાદ (Ayodhya Land Dispute) પર પ્રિયંકા ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, દેશના લગભગ દરેક ઘરોએ રામ મંદિર ટ્રસ્ટને કંઇક ને કંઇક દાન આપ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર પણ કરવામાં આવ્યો હતો, આ ભક્તિની વાત છે અને તેની સાથે રમત રમાઈ રહી છે. દલિતોની જમીન ખરીદી નથી પચાવી લેવામાં આવી છે, જમીનની કેટલીક ઓછી કિંમત હતૂ અને ટ્રસ્ટની વધુ કિંમત પર વેચી દેવામા આવી હતી, મતલબ કે ડોનેશન દ્વારા એકત્ર કરાયેલા નાણામાં કૌભાંડ છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મહિલાઓ માટે ઘોષણાપત્ર જાહેર કર્યું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election 2022) માટે મહિલાઓ માટે ઘોષણાપત્ર જાહેર (Priyanka Gandhi Manifesto) કર્યું હતું. મહિલાઓ માટે કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્રમાં મહિલાઓની સુરક્ષા,(congress manifesto for women) અને મહિલાઓને નોકરીમાં 40ટકા અનામત મળવી જોઈએ તેવું પ્રિયંકાએ કહ્યું છે.
કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે વિસ્તૃત તૈચારીઓ
પ્રિયંકા ગાંધી લાંબા સમયથી ઉત્તર પ્રદેશમાં(priyanka gandhi in up) કોંગ્રેસને પુનર્જીવિત કરવામાં વ્યસ્ત છે. ત્યારે તાજેતરમાં જ તેમણે કોંગ્રેસ મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી હતી. તેણે એક સૂત્ર આપ્યું છે કે 'હું એક છોકરી છું, હું લડી શકું છું'. મંગળવારે પ્રિયંકા ગાંધીએ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ સંબંધિત 'ઇલેક્શન સ્ટ્રેટેજી કમિટી' અને 'ચાર્જશીટ કમિટિ'ના પદાધિકારીઓ અને સભ્યો સાથે બેઠક કર્યા બાદ ચૂંટણી રણનીતિ પર વિચાર મંથન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસનો પ્રચાર ઘરે-ઘરે લઈ જવાની સાથે ચૂંટણી જીતવાની રણનીતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મહિલાઓ રાજકારણમાં સંપૂર્ણ સહભાગી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, આગામી ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં અમે 40 ટકા ટિકિટ (ઉમેદવારો) મહિલાઓને આપીશું. આ નિર્ણયથી ઉત્તરપ્રદેશની તમામ મહિલાઓ માટે પરિવર્તન ઇચ્છે છે, રાજ્યએ આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે, મહિલાઓ રાજકારણમાં સંપૂર્ણ સહભાગી બનશે.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ લખી વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી, જો નિયત સાચી છે તો ગૃહ રાજ્યપ્રધાનને કહો રાજીનામું આપે