ETV Bharat / bharat

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને નોટબંધી પર ઉઠાવ્યા પ્રશ્નો, PM મોદી પર કર્યા પ્રહાર - પ્રિયંકા ગાંધીએ નોટબંધીને નિષ્ફળ ગણાવી

વિપક્ષ કોંગ્રેસે (Congress) નોટબંધી (Demonetisation)ના નિર્ણયને નિષ્ફળતા અને સામાન્ય નાગરિકોને પરેશાન કરતો કાયદો ગણાવ્યો હતો. પ્રાદેશિક પક્ષોએ પણ કેન્દ્ર સરકારની ટીકા કરતા નોટબંધીની ટીકા કરી હતી. વિપક્ષના પ્રહારો બાદ વડાપ્રધાને નોટબંધીને દેશના હિતમાં ગણાવી હતી. PMએ નોટબંધીને કાળા નાણા અને આતંકવાદને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટમાં નોટબંધીની ફળદાયીતા પર સવાલ ઉઠાવ્યા છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને નોટબંધી પર ઉઠાવ્યા પ્રશ્નો, PM મોદી પર કર્યા પ્રહાર

author img

By

Published : Nov 8, 2021, 3:41 PM IST

  • નોટબંધીના 5 વર્ષ પૂર્ણ, પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને લીધી નિશાને
  • કેન્દ્ર સરકારને પૂછ્યું- નોટબંધી સફળ હતી તો ભ્રષ્ટાચાર, આતંકવાદ પર રોક કેમ ન લાગી?
  • કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016ના નોટબંધીની જાહેરાત કરી હતી

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ નોટબંધીના 5 વર્ષ પૂર્ણ થવા પર સોમવારના કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું કે, જો કેન્દ્ર સરકાર (Central Government)નું આ પગલું સફળ હતું તો ભ્રષ્ટાચાર (Corruption) કેમ ખત્મ ન થયો અને આતંકવાદ પર રોક કેમ ન લાગી?

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને ઉઠાવ્યા પ્રશ્ન

કોંગ્રેસ મહાસચિવે પોતાના ટ્વીટમાં નોટબંધીની સફળતા પર પ્રશ્નાર્થ કરતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે પોતાના ટ્વીટમાં મોદી સરકારને પ્રશ્ન કર્યો કે, જો નોટબંધી સફળ હતી તો ભ્રષ્ટાચાર ખત્મ કેમ ન થયો, કાળુનાણું પાછું કેમ ન આવ્યું, અર્થવ્યવસ્થા કેશલેસ કેમ ન થઈ, આતંકવાદ પર ગાળિયો કેમ ન કસાયો, મોંઘવારી પર અંકુશ કેમ ન લાગ્યો?

કોંગ્રેસે નોટબંધીને નિષ્ફળ અને સામાન્ય નાગરિકોને હેરાન કરાવનારી ગણાવી

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 8 નવેમ્બર 2016ના નોટબંધીની જાહેરાત કરી હતી. આ હેઠળ 1000 અને 500 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારે ફરી 2000 અને 500 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. નોટબંધીના નિર્ણયને વપક્ષી કોંગ્રેસે નિષ્ફળ અને સામાન્ય નાગરિકોને હેરાન કરનારો કાયદો ગણાવ્યો હતો. પ્રાદેશિક પાર્ટીઓએ પણ કેન્દ્ર સરકારની ટીકા કરતા નોટબંધીની ટીકા કરી હતી.

PM મોદીએ નોટબંધીને દેશહિતમાં ગણાવી હતી

વિપક્ષના પ્રહારો બાદ PM મોદીએ નોટબંધીને દેશહિતમાં ગણાવી હતી. PMએ નોટબંધીને કાળુનાણું અને આતંકવાદના ખાત્મા માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. નોટબંધીના 5 વર્ષ થવા પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી દ્વારા ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને કરવામાં આવેલા પ્રશ્નથી એ સાબિત થયું કે કોંગ્રેસ આજે પણ નોટબંધીને નિષ્ફળ માની રહી છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં આજથી આંગણવાડી સહિત એલકેજી(LKG)અને યુકેજીના (UKG)વર્ગો ફરી શરૂ થશે

આ પણ વાંચો: પંજાબ પોલીસની SIT ગુરમીત રામ રહીમની પૂછપરછ કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.