ETV Bharat / bharat

ફરૂખાબાદ જેલમાં કેદીના મોત બાદ કેદીઓ દ્વારા હોબાલો મચાવવામાં આવ્યો - ફરુખાબાદ જિલ્લા જેલ

ફતેહગઢની ફરુખાબાદ (Farukhabad) જિલ્લા જેલમાં રવિવારે સવારે કેદીઓ અચાનક ભડકી ઉઠ્યા હતા. જ્યાં એક કેદીએ જેલર પર ગોળીબાર (firing) કરવાનો આરોપ લગાવ્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં કેદીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનામાં 3 કેદીઓ અને એક સૈનિક ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે.

UP NEWS
UP NEWS
author img

By

Published : Nov 7, 2021, 4:18 PM IST

  • ફરુખાબાદ જિલ્લા જેલમાં રવિવારે સવારે કેદીઓ અચાનક ભડકી ઉઠ્યા
  • એક કેદીએ જેલર પર ગોળી મારવાનો આરોપ લગાવ્યો
  • મામલાની જાણ થતાં DM- SP જિલ્લા જેલ પહોંચ્યા

ફરુખાબાદ : ઉત્તર પ્રદેશની ફરુખાબાદ (Farukhabad) જિલ્લા જેલ ફતેહગઢમાં રવિવારે સવારે કેદીઓ અચાનક ભડકી ગયા અને હંગામો મચાવ્યો હતો. તેમજ જેલને હાઇજેક કરી આગચાંપી કરી હતી. એક કેદીએ જેલર પર ગોળી મારવાનો (firing) આરોપ લગાવ્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં કેદીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હંગામામાં 3 કેદીઓ સહિત એક સૈનિક ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત કેદીને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો છે. જેલની ઘણી બેરેકમાં હંગામો થયો હોવાની માહિતી મળી છે. આ મામલાની જાણ થતાં DM- SP જિલ્લા જેલ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ: કેન્સર જાણે તે જીતે ડરે તે મરે, આવો સંકલ્પ કરી દરેકને જાગૃત કરવાની મુહિમમાં જોડાઇએ

સ્થિતિ કાબૂમાં ન આવી તો ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ

વાસ્તવમાં જિલ્લા જેલ ફતેહગઢમાં સવારે જેલ ખુલી ત્યારથી જ કેદીઓ એકાએક રોષે ભરાયા હતા. થોડી જ વારમાં કેદીઓએ હંગામો શરૂ કર્યો અને આગચંપી પણ શરૂ કરી દીધી હતી. પહેલા તો જેલ પ્રશાસને આ મામલાને અંદરોઅંદર રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે સ્થિતિ કાબૂમાં ન આવી તો ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતાં જ બે ફાયર ટેન્ડર જેલના ગેટ પર આવ્યા હતા. જે બાદ ભારે પોલીસ દળ સાથે પોલીસ અધિક્ષક અશોક કુમાર મીણા અને જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય કુમાર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી કેદારનાથની મુલાકાતને લઈને અભિનેત્રી ઉર્વશી રૌતેલા ટ્રોલ થઈ

3 કેદીઓ અને એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી

આ દરમિયાન તમામ પોલીસ સ્ટેશનની ફોર્સ SOG ટીમ પણ આવી હતી. જેલની અંદરથી ગોળીબાર (firing) ના અવાજો આવી રહ્યા હતા. જેલની અંદરની સ્થિતિ બેકાબૂ હતી. કેદીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઝડપ ચાલુ રહી હતી. જેલની અંદર પરપોટો કેવી રીતે ખીલ્યો તે તપાસનો વિષય છે. હંગામામાં 3 કેદીઓ અને એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયાની માહિતી મળી છે. તેને સારવાર માટે મોકલવામાં આવ્યો છે. Etv Bharatએ જ્યારે DM સંજય કુમારને પૂછ્યું કે આ હંગામો કેવી રીતે થયો તો તેમણે જવાબ આપ્યો કે, હું હમણાં જ આવ્યો છું. મારી પાસે કોઈ માહિતી નથી, હું જોઉં છું. જે બાદ તેઓ જિલ્લા જેલ ફતેહગઢ તરફ જતા રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.