ETV Bharat / bharat

વડાપ્રધાન આજે 6 રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે COVID- 19 અંગે કરશે ચર્ચા - Kerala

વડાપ્રધાન (Chief Ministers)મોદી આજે કોરોના (COVID- 19 )અંગેની ત્રીજી લહેરના ડર અને બીજી લહેરને રોકવા માટે રસીકરણ અભિયાન સંદર્ભમાં સતત સમીક્ષા બેઠક યોજીશે. બેઠકમાં તમિળનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્રમાં વધતા કોરોના કેસ અંગે ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાન આજે 6 રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે COVID- 19 અંગે કરશે ચર્ચા

author img

By

Published : Jul 16, 2021, 10:16 AM IST

Updated : Jul 16, 2021, 10:57 AM IST

  • વડાપ્રધાન આજે 6 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે યોજશે બેઠક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની ત્રીજી લહેરને લઇ યોજશે બેઠક
  • વધા કોરોના કેસ મુદ્દે વડાપ્રધાન દ્વારા કારયુ બેઠકનું આયોજન

નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી કોરોનાની ત્રીજી લહેરના ડર અને બીજી લહેરને રોકવા માટે રસીકરણ અભિયાન સંદર્ભમાં સતત સમીક્ષા બેઠક યોજી રહ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા વડાપ્રધાને પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ સાથે (શુક્રવારે) વડાપ્રધાન આજે 6 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરવા જઇ રહ્યા છે. ત્યારે આ રાજ્યો તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને મહારાષ્ટ્ર છે. આ 6 રાજ્યોમાં ફરીથી કોરોના સંક્રમણના વધા કેસ મુદ્દે કેસને લઇને વડાપ્રધાનની વર્ચુઅલ બેઠક સવારે 11 વાગ્યાથી શરૂ થશે.

આ પણ વાંચો: Modi Cabinet Meeting: એક વર્ષ પછી આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રિય કેબિનેટની પ્રત્યક્ષ બેઠક યોજાશે, PM Modi કરશે અધ્યક્ષતા

વડાપ્રધાને કોરોના નિયમોનું પાલન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી

મંગળવારે પૂર્વોત્તર રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં PM મોદીએ પર્વતો અને બજારોમાં વધી રહેલી ભીડ અને કોરોના નિયમોનું પાલન ન કરવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર ભાર મૂકવાનું પણ કહ્યું હતું.

ઓડિશા અને તમિલનાડુમાં રસીની ઘટ અંગે ફરિયાદો

વિશેષ વાત એ છે કે, ઓડિશા અને તમિળનાડુ રાજ્યો પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે, જે રાજ્ય દ્વારા રસીના અભાવ અંગે ફરિયાદ કરવમાં આવશે. ઓડિશામાં, રસી ન હોવાને કારણે આ અઠવાડિયે રસીકરણનો કાર્યક્રમ રોકી દેવામાં આવ્યો હતો. રાજ્યના આરોગ્ય સચિવ પી કે મહાપત્રાએ કહ્યું હતું કે, જુલાઈમાં “કોવિશિલ્ડના 25 લાખ ડોઝ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે આ મહિનામાં બીજા ડોઝ માટે ઓછામાં ઓછા 28.3 લાખ ડોઝની જરૂર છે.

આ પણ વાંચો: PM Modi High Level Meeting: ઓક્સિજનની ઉપલબ્ધતાને લઈને બેઠક શરૂ

છેલ્લા 24 કલાકમાં 41 હજાર નવા કેસ

દેશમાં દરરોજ કેટ કેટલા કેસ આવે છે. ત્યારે ગુરુવારે દેશમાં 41 હજાર 806 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 28 હજાર 691 કેસ આ રાજ્યોના છે. કેરળમાં 13 હજાર 773 કેસ, આંધ્રપ્રદેશમાં 2 હજાર 526, તામિલનાડુમાં 2 હજાર 405, મહારાષ્ટ્રમાં 8 હજાર 10, ઓડિશામાં 2 હજાર 110 અને કર્ણાટકમાં 1 હજાર 977 કેસ નોંધાયા છે.

Last Updated : Jul 16, 2021, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.