ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત 'ઈન્ડિયા ઈન માય વેન્સ'નું થયું મુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત 'ઈન્ડિયા ઇન માય વેન્સ'નું મુહૂર્ત રાજધાની લખનઉમાં થયું હતું. કાયદા પ્રધાન બ્રિજેશ પાઠક પણ કલાકારો સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ ફિલ્મમાં 2014થી અત્યાર સુધીના વડાપ્રધાન મોદીના મહત્વપૂર્ણ નિર્ણયો બતાવવામાં આવશે.

લખનઉમાં 'ઈન્ડિયા ઈન માય વેન્સ' ફિલ્મનું થયું મુહૂર્ત

author img

By

Published : Mar 30, 2021, 9:17 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત ફિલ્મનું નિર્માણ
  • લખનઉમાં 'ઈન્ડિયા ઈન માય વેન્સ' ફિલ્મનું થયું મુહૂર્ત
  • જેમાં મોદીના મહત્વપૂર્ણ નિર્ણયો બતાવવામાં આવશે

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત 'ઇન્ડિયા ઇન માય વેન્સ'ના મુહૂર્ત કાર્યક્રમની સમાપન કરવામાં આવ્યું. મંગળવારે શહેરના હોટલ તાજમાં આયોજિત આ કાર્યક્રમમાં કાયદા પ્રધાન બ્રિજેશ પાઠક પણ પહોંચ્યા હતા. આ ફિલ્મમાં 2014થી અત્યાર સુધીના વડાપ્રધાન મોદીના મહત્વપૂર્ણ નિર્ણયો બતાવવામાં આવશે.

આ પણ વાંચો: 'નરેન્દ્ર મોદી'ની બાયોપિકના પ્રિમિયર શોમાં રૂપાણી રહેશે ઉપસ્થિત

ફિલ્મમાં વડાપ્રધાનના કાર્યકાળને બતાવવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત આ ફિલ્મના નિર્માતા નિર્દેશક સુભાષ મલિક (બોબી)એ ઘણી ફિલ્મો બનાવી છે. આ સમયે તે અયોધ્યાની રામલીલાના અધ્યક્ષ પણ છે. હિન્દુસ્તાનમાં ફિલ્મ સ્ટારની રામલીલા શરૂ કરનારા સુભાષ મલિકે કહ્યું કે, આ ફિલ્મની શરૂઆત 2014થી છે. આ ફિલ્મમાં વડાપ્રધાન દ્વારા દેશ માટે કરવામાં આવેલા કાર્ય અને વિકાસને બતાવવામાં આવશે. આ ફિલ્મ પર કામ ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં જમ્મુ-કાશ્મીરથી સેક્શન-370 નાબૂદ કરવા જેવા મહત્વના મુદ્દા, સીએએ ઇશ્યૂ, ટ્રિપલ તલાક અને રામ મંદિર જેવા મુદ્દાઓને પણ બતાવવામાં આવશે.

આ પણ વાંચો: Film Review: PM નરેન્દ્ર મોદી બાયોપિક વિશે જાણો શું કહે છે દર્શકો...

રાજ માથુર નિભાવશે વડાપ્રધાનનું પાત્ર
કલાકાર કેપ્ટન રાજ માથુર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા નિભાવી રહ્યા છે. મહાભારતના દ્રોણાચાર્ય સુરેન્દ્ર પાલ પણ અન્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ જાણીતા અભિનેતા રઝા મુરાદ કાશ્મીરીની ભૂમિકામાં જોવા મળશે. વિંદુ દારા સિંહ સરદારની ભૂમિકામાં જોવા મળશે, તો શાહબાઝ ખાનનો અભિનય પણ જોવા મળશે. તેની અસરાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.