જયપુરઃ રાજસ્થાનમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી થવાની છે. જેની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ શ્રેણીમાં પાર્ટીએ આયોજિત કરેલી પરિવર્તન સંકલ્પ યાત્રાના સમાપન અવસરે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતું. જયપુરના દાદીયામાં વડાપ્રધાને કૉંગ્રેસ અને ગહલોત સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા. રાજસ્થાનમાં કૉંગ્રેસે જે રીતે સરકાર ચલાવી તે ઝીરો બરાબર છે. તેમણે જનતા ગહલોત સરકારથી ત્રાસી ગઈ હોથી સત્તામાંથી આ સરકારને ઉખાડી ફેંકશે તેવું જણાવ્યું હતું.
-
पीएम श्री @narendramodi जयपुर, राजस्थान में परिवर्तन संकल्प महासभा को संबोधित करते हुए। #ParivartanSankalpWithModi https://t.co/5oarqaNuHT
— BJP (@BJP4India) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">पीएम श्री @narendramodi जयपुर, राजस्थान में परिवर्तन संकल्प महासभा को संबोधित करते हुए। #ParivartanSankalpWithModi https://t.co/5oarqaNuHT
— BJP (@BJP4India) September 25, 2023पीएम श्री @narendramodi जयपुर, राजस्थान में परिवर्तन संकल्प महासभा को संबोधित करते हुए। #ParivartanSankalpWithModi https://t.co/5oarqaNuHT
— BJP (@BJP4India) September 25, 2023
ગહલોત સરકાર હારશેઃ મોદીએ જણાવ્યું કે, પાંચ વર્ષથી રાજસ્થાનની જનતા સરકારથી અકળાઈ ગઈ છે, કારણ કે ગહલોત સરકારે જનતાને ભ્રષ્ટાચાર અને ગુનાહિત વાતાવરણ સિવાય કંઈ આપ્યું નથી. આ પ્રદેશના યુવાનો, ખેડૂતો, વેપારી અને બહેન દીકરીઓ ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે. તેથી જ રાજ્યની જનતા હવે આ સરકારને સત્તામાંથી ઉખાડી ફેંકશે.
ભારતની સિદ્ધિઓઃ અનેક દસકાઓથી આપણી બહેન, માતાઓ અને દીકરીઓ વિધાનસભામાં 33 ટકા આરક્ષણની આશા લઈને જીવતી હતી. તેમની આશા અમે પૂરી કરી છે. તમને અમને વોટ આપીને જીતાડ્યા અને અમે સેવાની ગેરંટી આપી. હું જયપુર એવા સમયે આવ્યો છું કે જ્યારે ભારતનું ગૌરવ સાતમા આકાશ પર છે. જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં ચંદ્રના દક્ષિણ ધૃવ પર ભારત પહોંચ્યું છે. સમગ્ર વિશ્વ ભારતની આ સિદ્ધિથી આશ્ચર્ય ચકિત છે.
ભ્રષ્ટાચારીઓને સજાઃ વડાપ્રધાને કહ્યું કે અમે વન રેન્ક વન પેન્શનનું વચન આપ્યું હતું. જે અમે પૂર્ણ કર્યુ છે. અત્યાર સુધી આ યોજનામાં લોકોને 70 હજાર કરોડ રૂપિયા મળી ચૂક્યા છે. કૉંગ્રેસ માત્ર 500 કરોડ ફાળવીને વન રેન્ક વન પેન્શન યોજના લાવવામાં માંગતી હતી. જ્યારે તમારી નિયત સાફ હોય, પોતાની જાત પર ભરોસો હોય ત્યારે ગેરંટી પૂર્ણ કરવી તે સરકારની ઓળખ બની જાય છે. અમે ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. અત્યારે દેશમાં ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી થઈ રહી છે. જે સમગ્ર દેશની જનતા જૂએ છે. ત્રણ તલાક વિરૂદ્ધ કાયદો બનાવીને અમે વિધર્મી મહિલાઓના આંસુ લુછ્યા છે.
સનાતન ધર્મ વિવાદઃ કૉંગ્રેસે આપણી ઓળખ ભૂંસી કાઢવાની તૈયારીઓ કરી લીધી હતી. તેઓ સનાતન ધર્મને ભૂંસવા માંગે છે, પણ રાજસ્થાન જ નહીં સમગ્ર દેશની જનતા તેમના બદઈરાદા વિશે જાણી ચૂકી છે. આવામાં રાજસ્થાનની જનતા માત્ર આ વિધાનસભા ચૂંટણીમાં નહીં પરંતુ દરેક ચૂંટણીમાં આ ઘમંડિયા ગઠબંધનને પાઠ ભણાવશે.
લાલ ડાયરીમાં કાળા કામોઃ ગહલોત સરકારની લાલ ડાયરીમાં કાળા કરતૂત છુપાયેલા છે. દરેક જગ્યાએ કટ અને કમિશનની રમત રમાઈ રહી છે. તેથી જ આ રાજ્યમાં કોઈ રોકાણ કરવા તૈયાર નથી. અહીંનો ઔદ્યોગિક વિકાસ પછાત છે. કાયદા વ્યવસ્થા કથળી ગઈ છે. જેનું સૌથી મોટું નુકસાન માતા-બહેનોને થઈ રહ્યું છે.