- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં કર્યું સંબોધન
- કોરોનાકાળમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો: નરેન્દ્ર મોદી
- હવે દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં કહ્યું કે, દેશમાં કોરોના વેક્સિનેશન ડ્રાઈવને અણધારી સફળતા મળી છે. ભારતે કોરોનાકાળમાં અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. હવે દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો: કચ્છના માતાના મઢ ખાતેથી મળ્યું જેરોસાઇડ, NASAના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન
100 કરોડ વેક્સિનેશનનો આંકડો મોટો, પણ આપણે પાર પાડ્યો
વડાપ્રધાને કહ્યું કે, 100 કરોડ વેક્સિન ડોઝ બાદ આજે દેશ નવા ઉત્સાહ, નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. આપણી વેક્સિનેશન ડ્રાઈવની સફળતા ભારતના સામર્થ્યને દર્શાવે છે. તેમણે કહ્યું કે, 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો ખૂબ મોટો જરૂર છે. હું આપણા દેશ અને દેશના લોકોની ક્ષમતાઓથી પરિચિત છું. હું જાણતો હતો કે, આપણા હેલ્થકેર વર્કર્સ દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કરકસર નહીં રાખે.
આ પણ વાંચો: Ind vs Pak: 5 વર્ષ, 7 મહિના અને 5 દિવસ બાદ આજે યોજાશે મહાસંગ્રામ
સ્વાસ્થ્ય કર્મીઓનો આભાર માન્યો
તેમણે વધુમાં કહ્યું કે, લાખો સ્વાસ્થ્યકર્મીઓના પરિશ્રમના કારણે જ ભારત 100 કરોડ વેક્સિન ડોઝ સુધી પહોંચી શક્યું છે. આજે હું એ દરેક ભારતીયોનો આભાર વ્યક્ત કરૂ છું. જેમણે વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લીધો.
રાષ્ટ્રીય કક્ષાએ રંગોળી પ્રતિયોગિતાનું આયોજન કરાશે
વડાપ્રધાને કહ્યું હતું કે, આપણા દેશમાં રંગોળી બનાવીને તહેવારોમાં રંગ ભરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે. રંગોળીથી દેશમાં વિવિધતાના દર્શન થાય છે. સંસ્કૃતિ મંત્રાલય તેને લઈને ટૂંક સમયમાં એક રાષ્ટ્રીય પ્રતિયોગિતા આયોજિત કરશે.
એક સપ્તાહ પહેલા કાર્યક્રમ યોજાયો
સામાન્ય રીતે વડાપ્રધાન મોદી અત્યાર સુધી 'મન કી બાત' કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના અંતિમ રવિવારે દેશને સંબોધિત કરે છે, પરંતુ આ મહિનાના અંતમાં વડાપ્રધાનની સંભવિત વિદેશ મુલાકાતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ એક અઠવાડિયા પહેલા પ્રસારિત કરવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે.