- વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી વિશેષ તાલીમ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ
- કોરોનાના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે તૈયાર કરાયેલી ક્રેશ ફોર્સની PMએ કરાવી શરૂઆત
- 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોરોનાના ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. આ શુભારંભની સાથે 26 રાજ્યોના 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. આ પ્રસંગે કેન્દ્રિય કૌશલ વિકાસ અને સાહસિકતા પ્રધાન મહેન્દ્રનાથ પાંડેય પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- સંયુક્ત રાષ્ટ્રની વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાને કચ્છના બન્ની ગ્રાસલેન્ડના વિકાસ અંગેનો ઉલ્લેખ કર્યો
સારવાર અને સાવધાની સાથે પડકારોનો સામનો કરવા માટે તૈયારી વધારવી પડશેઃ વડાપ્રધાન
વડાપ્રધાને કહ્યું હતું કે, આ વાઈરસ અમારી વચ્ચે હજી પણ છે અને આના મ્યુટન્ટ હોવાની પણ સંભાવના છે. આ માટે દરેક સારવાર અને સાવધાની સાથે આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણે દેશની તૈયારીને વધારવી પડશે. આ લક્ષ્ય સાથે દેશમાં એક લાખ ફ્રન્ટલાઈન વોરિયર તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે. ક્રેશ કોર્સ અંગે વડાપ્રધાને કહ્યું હતું કે, આ અભિયાનથી કોરોના સામે લડી રહેલા હેલ્થ સેક્ટરના ફ્રન્ટલાઈન ફોર્સને નવી ઉર્જા મળશે. આપણા યુવાઓ માટે રોજગારની નવી તક પણ બનશે.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના
વડાપ્રધાને ગુરુવારે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી
વડાપ્રધાને ગુરુવારે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે, આ કાર્યક્રમના માધ્યમથી એક લાખથી વધુ કોરોના યોદ્ધાઓને કૌશલની તાલીમ આપવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, આ સાથે જ 26 રાજ્યોમાં ફેલાયેલા 111 તાલીમ કેન્દ્રોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.
276 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કાર્યક્રમ તૈયાર કરાયો
PMOના જણાવ્યાનુસાર, આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં એક લાખથી વધુ કોરોના યોદ્ધાઓને કૌશલ પૂરું પાડવાનો અને નવું શિખવવાનો છે. આ કાર્યક્રમને 276 કરોડ રૂપિયાના કુલ નાણાકીય ખર્ચની સાથે વડાપ્રધાન કૌશલ વિકાસ યોજના તૃતીયના કેન્દ્રિય ઘટક અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી આરોગ્યના ક્ષેત્રમાં શ્રમશક્તિની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કુશળ ગૈર-ચિકિત્સા આરોગ્યકર્મીઓને તૈયાર કરવામાં આવશે. કોઈ વિષય વિશેષની જાણકારી આપવા અને કૌશલ વિકસિત કરવાના ઉદ્દેશથી અલ્પ સમયગાળા માટે ચલાવવામાં આવતા કાર્યક્રમને ક્રૈશ કોર્સ કહે છે.