ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના - જી-7ના શિખર સંમેલન

કોરોના કાળ પછીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ મોટો વિદેશ પ્રવાસ નથી કર્યો. જોકે, વચ્ચે થોડી સ્થિતિ બદલાઈ હતી. તે સમયે વડાપ્રધાને બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, પરંતુ વડાપ્રધાને કોઈ મોટા દેશનો પ્રવાસ નથી કર્યો. તેવામાં આ વર્ષના અંતે વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જઈ શકે છે.

વડાપ્રધાન મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જાય તેવી સંભાવના

author img

By

Published : Jun 15, 2021, 1:29 PM IST

  • વડાપ્રધાન આ વર્ષના અંતે જઈ શકે છે અમેરિકા
  • વડાપ્રધાને કોરોના મહામારીની સ્થિતિ સુધરશે ત્યારે પ્રવાસે જશે
  • અત્યાર સુધી પ્રવાસનો કોઈ સમય નક્કી નથી કરાયો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષના અંતે અમેરિકાના પ્રવાસે જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જો દેશમાં કોરોના મહામારીની સ્થિતિમાં સુધારો થશે તો વડાપ્રધાન મોદી અમેરિકાનો પ્રવાસ કરશે. જોકે, તેમના પ્રવાસને ધ્યાનમાં રાખી અત્યાર સુધી સમય નક્કી નથી કરવામાં આવ્યો.

આ પણ વાંચો- વિદેશ પ્રધાન એસ. જયશંકર કુવૈતના પ્રવાસે

વડાપ્રધાને જી-7 સંમેલનમાં ડિજિટલ માધ્યમથી આપી હતી હાજરી

આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ જી-7ના શિખર સંમેલનના સંપર્ક (આઉટરીચ) સત્રમાં ડિજિટલ માધ્યમથી ભાગ લીધો હતો. વિદેશ મંત્રાલયે ગયા મહિને કહ્યું હતું કે, મોદી દેશમાં કોરોના વાઈરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી જી-7ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન નહીં જાય.

આ પણ વાંચો- વડાપ્રધાન મોદીના મંત્રીમંડળનું થઈ શકે છે વિસ્તરણ, સિંધિયા, અનુપ્રિયા સહિતના નેતા થઈ શકે છે સામેલ

બ્રિટને ભારત સહિત અન્ય દેશને પણ જી-7 સંમેલનમાં આમંત્રિત કર્યા હતા

જી-7 સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને અમેરિકા સામેલ છે, પરંતુ આ વખતે જી-7ના અધ્યક્ષ હોવાથી બ્રિટને ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકાને શિખર સંમેલનમાં આમંત્રિત કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.