- વડાપ્રધાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવો સાથે બેઠક યોજી
- બેઠકનો એજન્ડા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવાનો હતો
- બેઠકમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પાર્ટી દ્વારા કરાતા કાર્યક્રમોને પણ આખરી ઓપ અપાયો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોની સાથે બેઠક યોજી હતી. રવિવારે મોડી સાંજે પૂર્ણ થયેલી આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષ, શિવ પ્રકાશ, અરૂણ સિંહ, સિટી રવિ, ડી. પુરંદેશ્વરી, દિલીપ સૈકિયા, તરૂણ યુગ, દુષ્યંત ગૌતમ, કૈલાસ વિજયવર્ગીય અને ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો- LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CSIR સોસાયટીની બેઠક
શનિવારે જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય મહાસચિવો અને મોરચા અધ્યક્ષોની સાથે અલગ અલગ બેઠક કરી
સૂત્રોના જણાવ્યાનુસાર, બેઠકનો એજન્ડા 2022ની વિધાનસભા ચૂંટણીઓ અને કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યક્રમો અને કાર્યોને આખરી ઓપ આપવાનો હતો. આપને જણાવી દઈએ કે, શનિવારે જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય મહાસચિવો અને મોરચા અધ્યક્ષોની સાથે અલગ અલગ બેઠક કરી હતી. આ દરમિયાન નેતાઓએ કોવિડ સહાયતા અને હાલમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓની સમીક્ષા સાથે આગામી ચૂંટણીઓની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વર્ષ 2022માં પહેલા મોરચાને ફાળવવામાં આવતા કાર્યો પર ચર્ચા થઈ હતી.
આ બેઠક વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી મહત્વની ગણાઈ
આ બેઠક પછી જે. પી. નડ્ડા અને ભાજપના મહાસચિવ બી. એલ. સંતોષે મોરચા પ્રમુખો સાથે વડાપ્રધાન મોદી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. આ મુલાકાત 4 કલાક સુધી ચાલી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં હાજર ભાજપના નેતાઓને કેન્દ્ર સરકાર અને પાર્ટીની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યામાં રાખી આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે.