ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓની બોલાવેલી બેઠક અંગે પાકિસ્તાન લાલઘૂમ, પાકિસ્તાને કહ્યું તે બેઠક 'PR Exercise' હતી - નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી

પાકિસ્તાને ફરી ભારતના આંતરિક મામલામાં પોતાની પ્રતિક્રિયા આપી છે. જમ્મુ-કાશ્મીરને લઈને બોલાવેલી તમામ પક્ષની બેઠકમાં સોહાર્દપૂર્ણ વાર્તા તેને પસંદ નથી આવી. આ અંગે બીજા દિવસે જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહેમૂદ કુરૈશીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

jammu Kashmir
jammu Kashmir
author img

By

Published : Jun 26, 2021, 10:48 AM IST

Updated : Jun 26, 2021, 12:59 PM IST

  • વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક બોલાવી હતી
  • વડાપ્રધાનની બેઠકથી પાકિસ્તાન ગુસ્સામાં જોવા મળ્યું
  • પાકિસ્તાને વડાપ્રધાન મોદીની બેઠકને 'PR Exercise' ગણાવી પોતાને હૈયાધારણા આપી

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમુદ કુરૈશીએ (Pakistan Foreign Minister Shah Mehmood Qureshi) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની જમ્મુ-કાશ્મીરના ટોચના રાજકીય નેતાઓ સાથે બેઠકને શુક્રવારે 'નાટક' અને 'પીઆર કવાયત' ગણાવી છે.

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરના નેતાઓને ચૂંટણીના આશ્વાસન સાથે વડાપ્રધાનની સર્વપક્ષીય બેઠક સમાપ્ત

જમીની સ્તર પર લોકતંત્ર મજબૂત કરવું એ કેન્દ્રની પ્રાથમિકતાઃ વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પ્રમુખ નેતાઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, કેન્દ્રની પ્રાથમિકતા ત્યાં જમીની સ્તર પર લોકતંત્ર મજબૂત કરવાની છે.

આ પણ વાંચો- વડાપ્રધાન સાથે જમ્મુ-કાશ્મીરના નેતાઓની બેઠક શરૂ

પાકિસ્તાનના વિદેશ પ્રધાને વડાપ્રધાન મોદીની બેઠકને નાટક ગણાવી

તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ પ્રધાને જમ્મુ-કાશ્મીર પર નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક (High level meeting on Jammu and Kashmir held in New Delhi)ના એક દિવસ પછી ના રહેવાયું એટલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારા વિચારથી આ એક નાટક હતું અને આ નાટક કેમ હતું? કારણ કે, આ વધુને વધુ જનસંપર્ક કવાયત કહી શકાય છે, પરંતુ કંઈ મેળવી નહીં શકાય.

ભારત કાશ્મીરમાં ફેરફાર કરી રહ્યું છે, જે પાકિસ્તાન માટે ચિંતાજનકઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન

પાકિસ્તાનના વિદેશ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, આ બેઠકમાં કાશ્મીરી નેતાઓએ 'એક સ્વરથી રાજ્યને સંપૂર્ણ દરજ્જો આપવાની માગ કરી'. તેમણે કહ્યું હતું કે, નેતાઓની તેમની માગ અંગે કોઈ યોગ્ય જવાબ નથી મળ્યો અને આ જ કારણે કહ્યું છે કે, કાશ્મીરનો વિશેષ દરજ્જો આપવા અંગે યોગ્ય સમય પર નિર્ણય કરવામાં આવશે, જે એક અસ્પષ્ટ નિવેદન છે. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સ નેતૃત્વની બેઠકમાં આમંત્રિત કરવામાં નહતા આવ્યા. કુરૈશીએ દાવો કર્યો છે કે, ભારત-કાશ્મીરમાં જનસાંખ્યિકીય ફેરફાર પ્રયાસ કરી રહ્યો છે, જે પાકિસ્તાન માટે ચિંતાનો વિષય છે. કારણ કે આનાથી લાંબા ગાળે અસર થશે.

Last Updated : Jun 26, 2021, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.