બેંગલુરુ (કર્ણાટક): આજે સવારે બેંગ્લુરુમાં ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ. સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકોને મળ્યા હતા. PM મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. દેશના પ્રતિષ્ઠિત ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતરાણને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને 'નેશનલ સ્પેસ ડે' તરીકે જાહેર કર્યો છે.
'નેશનલ સ્પેસ ડે'ની જાહેરાતઃ પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કરતી વખતે જણાવ્યું હતું કે, "23 ઓગસ્ટના રોજ, ભારતે ચંદ્ર પર (રાષ્ટ્રીય) ધ્વજ ફરકાવ્યો હતો. હવેથી, તે દિવસ ભારતમાં નેશનલ સ્પેસ ડે તરીકે ઓળખાશે."
'શિવ શક્તિ' અને 'તિરંગા પોઈન્ટ' નામઃ ISROના વડા એસ સોમનાથ દ્વારા સ્વાગત કરાયેલ વડા પ્રધાને ઉમેર્યું હતું કે, સમગ્ર દેશને વૈજ્ઞાનિકો પર ગર્વ છે, જેમણે સતત સખત મહેનત કરી છે. વડાપ્રધાને જણાવ્યું કે, ચંદ્ર પર જ્યાં લેન્ડર લેન્ડ થયુ તે જગ્યાને 'શિવ શક્તિ' તરીકે ઓળખવામાં આવશે અને ચંદ્રયાન-2 જ્યાં ટચ થયુ હતુ તેને 'તિરંગા પોઈન્ટ' તરીકે ઓળખવામાં આવશે.
વડાપ્રધાનના મતે 21મી સદી: તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદી બેંગલુરુમાં ઈસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સમાં વૈજ્ઞાનિકોને સંબોધિત કરી રહ્યા હતા. "ચંદ્રયાન 3 માં મહિલા વૈજ્ઞાનિકોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ 'શિવશક્તિ' બિંદુ આવનારી પેઢીઓને લોકોના કલ્યાણ માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવા પ્રેરિત કરશે. લોકોનું કલ્યાણ એ અમારી સર્વોચ્ચ પ્રતિબદ્ધતા છે," વડાપ્રધાનના મતે 21મી સદીમાં જે દેશ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં શ્રેષ્ઠતા મેળવશે તે દેશ આગળ વધશે.
આ પણ વાંચોઃ