મોતિહારીઃ પૂર્વ ચંપારણ જિલ્લાના કુંડવા ચૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિરના પૂજારી સુરેશ સિંહ ઉર્ફે સુરેશ મસ્તાનની ગુનેગારોએ ગોળી મારીને હત્યા (Killing of the temple priest) કરી દીધી હતી. બાઇક પર આવેલા ગુનેગારોએ મંદિરમાં આરામ કરી રહેલા સુરેશ સિંહને માથામાં ગોળી મારી હતી. હજુ સુઘી ઘટનાના કારણો જાણી શકાયા નથી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: કિન્નર પર અત્યાચાર: એક બે નહી પણ 15 લોકોએ ટ્રાન્સજેન્ડર પર કર્યુ દુષ્કર્મ
પૂજારી પર ગોળીબારઃ ઘટનાના સંબંધમાં એવું કહેવાય છે કે, સુરેશ મસ્તાન કુંડવા ચૈનપુરનો રહેવાસી હતો અને રેલવે સ્ટેશન પાસે બનેલા મંદિરનો પૂજારી હતો. ગુરુવારે બપોરે સુરેશ મસ્તાન મંદિરમાં જ આરામ કરી રહ્યો હતો. તે જ સમયે એક બાઇક પર સવાર બે ગુનેગારો આવ્યા હતા અને માથામાં ગોળી મારીને (motihari murder Case) ભાગી ગયા હતા. ગોળી વાગવાથી સુરેશ મસ્તાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: પૂર દરમિયાન ટાવર પર ફસાયેલા વાંદરાઓને બચાવવા 'ગ્રીન બ્રિજ' બનાવ્યો
પોલીસ કેસની તપાસમાં વ્યસ્તઃ પોલીસે લાશનો કબજો લેવાનો પ્રયાસ કર્યો હતો, જેનો સ્થાનિક ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. વરિષ્ઠ અધિકારીને સ્થળ પર બોલાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. મૃતકની લાશ હજુ પણ સ્થળ પર પડી છે. જોકે આ ઘટનાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. અહીં ગ્રામજનોની સૂચના પર કુંડવા ચૈનપુર પોલીસ સ્ટેશનના વડા રમણ કુમાર ઘટનાસ્થળે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. SHO (Station House Officer) રમણ કુમારે કહ્યું કે, સુરેશ મસ્તાનની હત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી, હાલમાં ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.